એનએસઈએલ કેસમાં 100 બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને સમન્સ

મુંબઈ, તા. 18 જૂન
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સ્ચેન્જ લિમિટેડ)કેસમાં ગેરરીતિ તથા ટ્રાડિંગ ક્લાયન્ટ્સ સાથે છેતરાપિંડી કર્યાનો આરોપ ધરાવતી લગભગ 100 કોમોડિટી બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને સમન્સ મોકલ્યા છે. 
ઈઓડબ્લ્યુના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યા મુજબ આ બ્રોકરેજ કંપનીઓ પાસેથી 4200 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ લેવાની નીકળે છે. આ વર્ષની શરૂઆતથી જ બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે 
અને આ મહિને પણ સમન્સ મોકલાયા છે.  
ડિરેક્ટર્સને તમામ ક્લાયન્ટ્સની ટ્રેડિંગ મોડિફિકેશન્સની વિગતો તથા ક્લાયન્ટનાં લેજર એકાઉન્ટ, સેટલમેન્ટ એકાઉન્ટ, બૅન્કિંગ વિગતો, ગ્રાહકો પાસેથી લેવાયેલી બ્રોકરેજ, વેરહાઉસની લીધેલી મુલાકાત વગેરે સહિતની અનેક પ્રકારની માહિતી સાથે વ્યક્તિગત રીતે ઈઓડબ્લ્યુ સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. જેમને સમન્સ મોકલવામાં આવ્યા છે તેમાં મોતીલાલ ઓસ્વાલ કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, આનંદ રાઠી કોમોડિટીઝ, સિસ્ટમેટિક્સ કોમોડિટીઝ, વેટુવેલ્થ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ અને પ્રોગ્રેસિવ કોમટ્રેડ, જિયોજિત કોમટ્રેડનો સમાવેશ થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer