રાજ્ય સૌથી વધુ પવનઊર્જા ઉત્પાદનનો વિક્રમ સર્જશે

રાજ્ય સૌથી વધુ પવનઊર્જા ઉત્પાદનનો વિક્રમ સર્જશે
અમદાવાદ, તા. 23 જુલાઈ 
ગુજરાતના દરિયાકિનારાઓ ઉપર ફૂંકાતા અત્યંત ઝડપી પવનોને કારણે પવુ ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદનમાં રાજ્ય વિક્રમ સર્જે તેવી સંભાવના છે. બુધવારે ગુજરાતમાં પવન દ્વારા વિદ્યુત ઉત્પાદનની સરેરાશ વધીને 10.6 લાખ યુનિટ એટલે કે 4,432 મેગાવોટ નોંધાઈ હતી, જે રાજ્યમાં અગાઉ જુલાઈ, 2019માં સર્જાયેલા 108 યુનિટ એટલે કે 4600 મેગાવોટના ઐતિહાસિક આંકડા કરતાં પણ વધુ છે. 
ઉર્જા નિષ્ણાત કે.કે. બજાજે જણાવ્યું કે ગયા સપ્તાહે પવન દ્વારા સરેરાશ વિદ્યુત ઉત્પાદન ફક્ત 552 મેગાવોટ હતું. કેન્દ્ર સરકારના વેસ્ટર્ન રિજ્યનલ લોડ ડિસ્પેચ સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવારે 4712 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન નોંધાયું હતું, જ્યારે રાજ્યની મહત્તમ ઉર્જા માગ 14,758 મેગાવોટ હતી. 
તેમણે ઉમેર્યું કે પવન ઉર્જાના બે લાભ છે. એક, તે સસ્તી છે અને તેમાં કોઈ મોટો ખર્ચ સામેલ નથી. એટલે, ગ્રાહકો માટે ફાયદાકારક છે. બીજું, તે પર્યાવરણ માટે સુરક્ષિત છે, કેમકે તેનાથી કાર્બોત્સર્જન ઘટે છે. પવન ઉર્જાનાં સાધનો દ્વારા વધુ વીજળી ઉત્પન્ન થયા તો કોલસા આધારિત પ્લાન્ટ્સમાં પેદા થતી વીજળીની ઓછી જરૂર પડે. 
કોવિડ-19 મહામારીને કારણે અવરોધો છતાં રાજ્યએ વર્ષ 2020-21માં સમગ્ર દેશમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદનની ક્ષમતા વધારી હતી. રાજ્યમાં સ્થપાયેલા અને કાર્યરત પવન ઉર્જાના પ્રોજેક્ટોની એપ્રિલ, 2020થી માર્ચ, 2021 દરમ્યાન કુલ ઉત્પાદન ક્ષમતા 1,020.3 મેગાવોટ હોવાનું ઈન્ડિયન વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરર્સ એસોસીએશને જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer