અમદાવાદમાં બે બીલ્ડર જૂથ પર આયકરના દરોડા

નામાંકિત બ્રોકર સહિત શહેરમાં કુલ 22 સ્થળે તપાસ  
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 28 સપ્ટે. 
અમદાવાદમાં આયકર વિભાગ દ્વારા શહેરના બે નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે અને સર્ચની કાર્યવાહી થઇ છે. બી-સફલને ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ છે તો નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. 
આ સિવાય નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સમભાવ ગ્રુપ પર પર આવકવેરા  સુરત શહેરમાં પણ આઈટી વિભાગની ડીઆઈ વિંગ દ્વારા ઈન્કમટેક્સનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી પેઢીના 20 સ્થળો પર સર્વે કરાયો હતો. કરચોરીની આશંકાએ સુરત સિટીની આઈટીની ડીઆઈ વિંગ સક્રિય બની હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer