સુરતમાં સ્ટોલ ઉપર મહિલાઓએ કર્યો લાખોનો વેપાર

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 28 સપ્ટે. 
મહિલાઓ ઝડપભેર આત્મનિર્ભર બની રહી છે અને આગળ વધી રહી છે. જો એક તતક આપવામાં આવે તો મહિલાઓ પણ સુપેરે વેપાર-ધંધા ચલાવી શકે તેમ છે. શહેરમાં આયોજીત પ્રદર્શનમાં મહિલાઓને નિ:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યો તો મહિલાઓએ કોઠાસૂઝથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરીને લાખોની કમાણી કરી છે.   શહેરમાં મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા બે દિવસના એક પહેલ એક પ્રયાસ કાર્યક્રમ યોજાયો હતો. સેવાકીય એનજીઓ સમયની સાથે તાલ મેળવી ગૃહઉદ્યોગ કરતી અને શક્તિ સ્વરૂપ બહેનોને આત્મનિર્ભર બનાવવાના વિચાર સાસથે એક્ઝિબિશન, બાળકોથી લઈ વડીલો સુધીના વ્યક્તિ ઓનો ફેશન શો, કેક-કાકિંગ ક્લાસ, બ્લડ કેમ્પ યોજાયો હતો.  
બે દિવસ દર્ચમન કાર્યક્રમમાં પાંચહજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં રહેલા આર્ટ, જવેલરી, હેન્ડલુમ, ફુડ, ગામઠી પ્રોડક્ટનાં તમામ 147  સ્ટોલમાં 20 લાખથી વધારે કિંમતનો વેપાર થયો હતો. ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા પ્રદરર્શનમાં બાળકો અને વૃધ્ધો માટેનો ફેશન શો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer