દાંડિયારાસના ક્લાસીસ શરૂ : દોઢિયા સ્ટેપ્સનો દબદબો

શેરી-સોસાયટીમાં ગરબાની છૂટ મળતાં હાશકારો
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 28 સપ્ટે. 
ગયા વર્ષે કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી થઇ ન હતી. પરંતુ આ વર્ષે વેક્સિનેશન અને કોરોનાના કેસો ઘટી જતા સૌ કોઇ નવરાત્રીની ઉજવણી કરવા તૈયાર છે. નવરાત્રીને લઇને રાજય સરકારે શેરી-મહોલ્લામાં 400 વ્યકિતની મર્યાદામાં આયોજન કરવાની છૂટ આપતા ગરબા કલાસીસમાં નવરાત્રી માટે પ્રેકિટસનો ધમધમાટ ચાલુ થયો છે.
કોરોના નિયંત્રણમાં આવતા આ વર્ષે સરકારે ગણપતિ તહેવાર ઉજવણીની છુટ આપી હતી. આ સાથે જ જાહેરમાં 400 માણસોને ભેગા થઇ શકશે તેવું પણ સરકારે કહ્યું હતું. જેને લઇ નવરાત્રીમાં શેરી ગરબાની છુટ મળી છે. યુવાવર્ગમાં નવરાત્રીની ઉજવણીને લઇને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં 
ગરબા કલાસીસના સંચાલક રવી આહીર જણાવે છે કે, 5 વર્ષથી ગરબા કલાસીસ શરૂ કર્યા છે. ગયા વર્ષે કોરોનાના કારણે ગરબા કલાસ શરૂ થઇ શક્યા ન હતા. જેને લઇ આખુ વર્ષે ખુબ તકલીફ પડી છે. છૂટ મળતા આ વર્ષે ગરબા કલાસ શરૂ કર્યા છે. યુવાઓની સંખ્યામાં ગત સપ્તાહથી વધારો થયો છે.  
ફાલ્ગુની કંથારિયા જણાવે છે કે, સરકારે પ્રોફેશનલ આયોજન કરવાની છુટછાટ આપી નથી. પણ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં તો છુટ આપી છે. જેથી એક વર્ષથી ગરબા રમ્યા નથી તેની મજા માણીશું. મોટાભાગના લોકો એ હવે વેક્સિન પણ લઇ લીધી છે. છેલ્લા એક વર્ષથી અમે નવરાત્રીની રાહ જોઇ રહ્યા છે. કોરોનાના કારણે આખા વર્ષ દરમિયાન કોઇ તહેવાર ઉજવાયો નથી. આ વર્ષે અમને આશા છે કે નવરાત્રી ખુબ સારી જશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer