લાંબા ગાળાના કૅપિટલ ગેઈનને મિલકત વેચાણની નુકસાની સામે સરભર કરી શકાય

લાંબા ગાળાના કૅપિટલ ગેઈનને મિલકત વેચાણની નુકસાની સામે સરભર કરી શકાય
શૅરના વેચાણમાં મળેલા 
ટ્રિબ્યુનલના ચુકાદાથી કંપનીઓ અને વ્યક્તિગત કરદાતાને લાભ થશે
નવી દિલ્હી, તા. 28 સપ્ટે. 
શૅર્સના વેચાણ ઉપર થયેલા લાંબાગાળાના લાભ (લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન-એલટીસીજી) સામે હવે તમે મિલકતના વેચાણમાં થયેલી ખોટને સરભર કરી શકો છો, અસ્ક્યામતોના તમામ વર્ગ ઉપર વેરાની જવાબદારી સરભર કરવા માટે આ વિકલ્પ સંપૂર્ણપણે કાયદેસર હોવાનો ચુકાદો આવકવેરા ટ્રિબ્યુનલે આપ્યો છે.
ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી)એ તેના ચુકાદામાં જણાવ્યું છે કે વેરાનું નિયોજન કરવું એ `ગેરકાયદે' નથી. વેરાના નિયોજનથી કરદાતાને લાભ થાય છે તેથી તેનો અનાદર ટેક્સ સત્તાવાળાઓએ કરવો જોઈએ નહીં. 
વેરાનું દરેક નિયોજન વેરા નહીં ભરવા માટે હોય છે એવું ગૃહિત ધરી શકાય નહીં, એવી ટકોર પણ ટ્રિબ્યુનલે કરી હતી.
કેસની વિગત મુજબ એક વ્યક્તિએ તેની પાસે રહેલા અનલિસ્ટેડ કંપનીના અમુક શૅસ વેચ્યા અને રિયલ એસ્ટેટના વેચાણથી લાંબા ગાળાની થયેલી ખોટને સરભર કરી હતી. ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ અને વ્યક્તિઓ શૅર્સના વેચાણ દ્વારા થયેલા લાંબા ગાળાના લાભને રિયલ એસ્ટેટના સોદામાં થયેલી ખોટ સામે સરભર કરી શકે છે. અમેરિકન નાગરિક માઈકલ ઈ.ડીસાના કેસમાં ટ્રિબ્યુનલે આ ચુકાદો આપ્યો છે.
આઈટી વિભાગે ડીસા દ્વારા કરાયેલા સેટ ઓફના દાવાને પડકારતાં દાવો કર્યો હતો કે કોઇપણ વેરાપાત્ર આવક સામે લાંબા ગાળાના લાભને મિલકતના વેચાણમાં થયેલી ખોટ સામે સરભર કરી શકાય નહીં અને પ્રાથમિક દૃષ્ટિએ આ દાવો બનાવટી જણાય છે. વેરા વિભાગે શૅરના વેચાણ અને મૂલ્યાંકન સામે પણ પ્રશ્ન કર્યો હતો.
જોકે, ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે વ્યવસાયિક નિર્ણયો સંબંધિત વ્યક્તિઓ ઉપર છોડી દેવા જોઈએ, શૅર્સનું મૂલ્યાંકન આ બાબતે અપ્રસ્તુત બની જાય છે અને તે શૅર્સ નકામા છે એવું કહેવું ખોટું છે, એમ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer