રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો યોજશે

ક્લીન એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી, ઈન્ટિગ્રેડેટ ફાર્મા પર ધ્યાન કેન્દ્રિત કરશે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.22 અૉક્ટો. 
રાજ્ય સરકારે જાન્યુઆરી 2022માં વાઇબ્રન્ટ ગુજરાત યોજવાની તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ દીધી છે. તેના ભાગ રૂપે ભારતના 6 મોટા શહેરોમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં રોડ શો કરશે. આ રોડ શોમાં ધોલેરા સ્માર્ટ સિટી અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી સહિતદય એરિયાને રોકાણ કરવા માટે શો કેસ કરાશે તેવી માહિતી મળી છે. રોડ શો દરમિયાન અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જાપાન સહિતના દેશોમાં મોટા પાટે રોકાણકારોને આકર્ષવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. જેમાં ક્લીન એનર્જી, ફિન્ટેક, ઈન્ટિગ્રેટેડ ફાર્મા અને ઈનોવેશન ટેકનોલોજી પર વિશેષ ભાર મુકવામાં આવશે. 
ઉદ્યોગ વિભાગ તથા ઇન્ડેક્સ બીના સૂત્રોએ જણાવ્યા અનુસાર ક્લીન એનર્જી, ફિન્ટેક, ઈન્ટિગ્રેટેડ ફાર્મા અને ઈનોવેશન ટેકનોલોજી ક્ષેત્રની ફોર્ચ્યુન 500 કંપનીઓને આકર્ષવા માટે સરકાર ખાસ પ્લાન તૈયાર કરશે. સરકાર 2022ની વાઈબ્રન્ટ સમિટને 2019 કરતાં પણ મોટા પાયે યોજવાની તૈયારી કરી રહી છે.  
વિશ્વની 500 કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ખાસ કરીને ટેસ્લા, ગૂગલ, માઈક્રોસોફ્ટ, વોલમાર્ટ, માસ્ટરકાર્ડ સહિતની ફોર્ચ્યુન 500 કંપનીઓને વાઈબ્રન્ટમાં આમંત્રિત કરવાનો પ્લાન પણ તૈયાર થયો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. દિવાળી બાદ રાજ્ય સરકાર આ માટે ખાસ માર્કાટિંગ ડ્રાઈવ શરૂ કરશે. તે ઉપરાંત રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ પહેલાં જમીન અને મહેસૂલને લગતાં સાત મોટા નિર્ણયો લેશે તેમ મનાય રહ્યું છે.  
આ વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં આમંત્રણથી માંડીને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સહિત તમામ પ્રકારની બાબતોના ખાસ તૈયાર કરેલા મેપની જાણકારી મુખ્યપ્રધાને મેળવી લીધી છે. સમિટમાં કેટલાક દેશોમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આમંત્રિત રોકાણકારો ગુજરાત ન આવી શકે તો તેમના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer