રશિયાની કંપનીને સુરત હીરા બુર્સમાં રસ

રશિયાની કંપનીને સુરત હીરા બુર્સમાં રસ
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 અૉક્ટો.
રશિયાની રફ માઈનિંગ કંપની અલરોઝોનું પ્રતિનિધિમંડળ સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું. છ વ્યક્તિના પ્રતિનિધિમંડળે સુરતમાં જ રફ હીરાની હરાજી કરવા માટે રસ દાખવ્યો હતો. રશિયાના પ્રતિનિધિમંડળે ડાયમંડ બુર્સમાં બની રહેલા ઓક્શન હાઉસનું નિરિક્ષણ કર્યુ હતું. ઓક્શન હાઉસ જોયા બાદ સુરતમાં જ રફ ડાયમંડની હરાજી કરવા માટેની તૈયારી બતાવી હતી.  
શહેરના ખજોદ ખાતે નિર્માણધીન સુરત ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયત્નો હાથ ઘરાઈ રહ્યા છે. રશિયા આ ડેલિગેશનમાં અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ, એલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ. અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર જીમ બી. વિમા દલાલ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રતિનિધિમંડળને સુરત ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન કરાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer