વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જ રૂા. 24 હજાર કરોડના એમઓયુ થયા

37,000 રોજગારનું સર્જન થશે  
ઈન્ડિયન અૉઈલ, બોરોસીલ, ટ્રફાલ્ગર, કિરી અને કેઈઆઈ ઇન્ડ. સહિતની કંપનીઓના કરાર
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 23 નવે. 
ગુજરાતમાં ગાંધીનર ખાતે યોજાવા જઈ રહેલી 10મી વાઈબ્રન્ટ ગુજરાતનો ઘમઘમાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને સમિટ પૂર્વે જ ગુજરાતમાં 19 કંપનીઓ રૂા. 24185.22 કરોડનું રોકાણ કરવા માટે સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ રોકાણથી આશરે 37 હજાર જેટલી રોજગારીઓનું સર્જન થવાની શક્યતા છે. ઉલ્લેખનીય કે ગત વર્ષે કોરોનાને કારણે સમિટ યોજી શકાઇ ન હતી. 
જે 19 કંપનીઓ એગુજરાતમાં રોકાણ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તેમાંથી ત્રણ કંપનીઓ ગુજરાતના મેઘમણી જૂથની છે. જે કુલ થઇને રૂા. 1050 કરોડનું રોકાણ કરનાર છે. જેમાં મેઘમણી ઓર્ગેનિક્સ (એગ્રેકેમિકલ્સ ઇન્ટરમિડેટ્સ, હર્બીસાઇડ્ઝ એન્ડ પેસ્ટીસાઇડ્ઝ પ્રોજેક્ટ) (સૂચિત રોકાણ રૂા. 600 કરોડ), નવો પીગમેન્ટ પ્રોજેક્ટ (રૂા. 400 કરોડ), મેઘમણી ફિનકેમ લિમીટેડ (એપિકોહાઇડ્રીન, ઇસીએચ) (રૂા. 1000 કરોડ) અને મેઘમણી ઇન્ડસ્ટ્રિઝ (એગ્રો કેમિકલ અને એગ્રો કેમિકલ ફોર્મ્યુલેશન્સ) (રૂા. 50 કરોડ)નો સમાવેશ થાય છે. 
અન્ય કંપનીઓમાં ઇન્ડો એશિયન કોપ (રૂા. 8,500 કરોડ), કિરી ઇન્ડ. (એમડીઆઇ કૉમ્પ્લેક્સ એનિલાઇન, નાટ્રોબેન્ઝેન વગેરેનું ઉત્પાદન) (રૂા. 2,900 કરોડ), મેરિનો ઇન્ડસ્ટ્રીઝ. (પાર્ટિકલ બોર્ડ કમ ફર્નિચર ઉત્પાદન ઇન્ડ. કૉમ્પ્લેક્સ) (રૂા. 850 કરોડ), બોરોસીલ રિન્યુએબલ્સ (550 ટીપીડ સોલાર ટેમર્ડ ગ્લાસ, 24 ટીપી બોરોસીલીકેટ ટયૂબિંગ ઉત્પાદન ((રૂા. 750 કરોડ), મેરિનો ઇન્ડસ્ટ્રિઝ લિ. (પાર્ટિકલ બોર્ડ કમ ફર્નિચર મેન્યુફેક્ચારિંગ ) (રૂા. 850 કરોડ) કૃષિ વનીકરણ (રૂા. 50 કરોડ), બોરોસિલ રિન્યુએબલ્સ લિ. (550 ટીપીડી સોલર ટેમ્પર્ડ ગ્લાસ (એસજી-3) (રૂા. 650 કરોડ), બોરોસિલ લિ. (24 ટીપીડી બોરોસિલિકેટ ટયાબિંગ મેન્યુફેક્ચારિંગ) (રૂા. 100 કરોડ) કેઇઆઇ ઈન્ડસ્ટ્રીઝ લિ. (ઈલેક્ટ્રીકલ કેબલ (400 કેવી સુધી) મેન્યુફેકચરીંગ પ્લાન્ટ (રૂા. 700 કરોડ) ટ્રફાલ્ગર ઇન્ડસ્ટ્રિઝ (કાગળ આધારિત ઔદ્યોગિક કાગળની બોરીઓનું ઉત્પાદન) (રૂા. 650 કરોડ)  બાહુ પેનલ્સ (એમડીએફ મેન્યુફેક્ચારિંગ પ્લાન્ટ), (રૂા. 565 કરોડ) અવગોલ નોનવોવન ઈન્ડિયા પ્રા. લિ. (ટેકનિકલ ટેક્સટાઇલ) રૂા. 175 કરોડ),  બી મેડિકલ સિસ્ટમ્સ ઈન્ડિયા પ્રા. લિ. (મેડિકલ અને વેક્સિન કોલ્ડ ચેઇનનું ઉત્પાદન સાધનો) (રૂા. 100 કરોડ) કેપ્ટન ટ્રેક્ટર્સ પ્રા. લિ. (મિની ટ્રેક્ટર ઉત્પાદન અને કૃષિ સાધનોનું ઉત્પાદન) (રૂા. 100 કરોડ) કલરટેક્સ ઇન્ડિયા પ્રા. લિમિટેડ (ડાયઝ અને ડાયઝ ઇન્ટરમીડિયેટસ), (રૂા. 2000 કરોડ) પ્રજ્ઞા ફાઈન કેમ પ્રા. લિ. (કેમિકલ અને પેટ્રોકેમિકલ મેન્યુફેક્ચારિંગ) રૂા. 1000 કરોડ), ઈન્ડિયન ાઁ અૉઈલ કોર્પોરેશન કંપની (કંડલા એલપીજી આયાત પ્લાન્ટની ક્ષમતામાં વધારો; એલપીજી પ્લાન્ટનું આધુનિકીકરણ અને ઓટોમેશન વગેરે) (રૂા. 1595.22 કરોડ), જેસીબી ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.  (અર્થ માવિંગ અને બાંધકામ સાધનોનું ઉત્પાદન) રૂા. 650 કરોડ), જેવીઆરએક્સ એસેટ મૅનેજમેન્ટ પ્રા. લિમિટેડ (લાઇફસાયન્સિસ આર ઍન્ડ ડી અને મેન્યુફેક્ચારિંગ ક્લસ્ટર) (રૂા. 1000 કરોડ)નો સમાવેશ થાય છે.  
જે એમઓયુ પર હસ્તાક્ષર થયા ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (એસઆઇઆર)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જે કંપનીઓ દ્વારા મૂડીરોકાણ કરવામાં આવ્યા છે તેમને ગુજરાતમાં દહેજ, ભરૂચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટનું ઉદ્ઘાટન કરશે 
તા. 10 થી 12 જાન્યુઆરી-2022 દરમિયાન યોજાનાર 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત ગ્લોબલ ટ્રેડશોનું 10મી જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન સમારોહ યોજાશે. ત્રિદિવસીય સમિટમાં વિવિધ ક્ષેત્રો સંદર્ભે આત્મ નિર્ભર ભારત આધારિત વિવિધ સેમીનારો યોજાશે. વાયબ્રન્ટ સમિટ પૂર્વે રાજ્યભરમાં દશ જેટલા વિવિધ ક્ષેત્રોના પ્રિ-ઈવેન્ટ કાર્યક્રમો પણ યોજાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer