ખાંડના વૈશ્વિક બજારમાં તેજીનો આશાવાદ

ખાંડના વૈશ્વિક બજારમાં તેજીનો આશાવાદ
અમેરિકાના કૃષિવિભાગે ભારતની નિકાસનું અનુમાન વધારીને 70 લાખ ટન કર્યું 
મુંબઈ, તા. 23 નવે. 
વૈશ્વિક ખાંડ નિકાસના પ્રથમ અનુમાનને ઘટાડતા અને અંતિમ સ્ટોકનું પ્રમાણ વધારવા છતાં વૈશ્વિક ખાંડ બજાર અંગે અમેરિકાના કૃષિ વિભાગ  (યુએસડીએ)ની દ્વિ-વાર્ષિક દૃષ્ટિકોણ ચાલુ સિઝન (ઓક્ટોબર 2021-સપ્ટેમ્બર 2022) માટે આશાવાદ છે. 
પાછલા સપ્તાહ  જારી `ખાંડ: વિશ્વ બજાર અને વેપાર` આઉટલૂકમાં યુએસડીએએ વૈશ્વિક ખાંડ નિકાસના અનુમાન 631.1 લાખ ટન પર રાખ્યો, જ્યારે તેનો મે મહિનાનો અનુમાન 659.5 લાખ ટન હતો. પરંતુ તે હજી પણ પાછલા વર્ષના 626.8 લાખ ટનથી વધારે છે. 
યુએસડીએના અનુમાનોની સાથે સાથે ટ્રોપિકલ રિસર્ચ સર્વિસિઝ (ટીઆરએસ)  જેણે 2022-23 સિઝનની દરમિયાન વધુ એક વર્ષ  ખાંડના ઘટાડાનો અનુમાન મૂક્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે ખાંડની કિંમતો વધારે તેજી આવવી જોઇએ. થોમસન રોઇટર્સના ટીઆરએસ એ ખાંડની ઘટ 40.4 લાખ ટન આંકી છે. અમેરિકાએ નિકાસ અનુમાન ઘટાડ્યું છે કારણ કે બ્રાઝિલ અને થાઇલેન્ડના શરૂઆતના અંદાજોની તુલનામાં 31 લાખ ટન અને 445,000 ટન શિપમેન્ટ ઓછી થવાની સંભાવના છે. 
ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ, ન્યુયોર્ક ખાતે માર્ચમાં ડિલિવરી માટે કાચી ખાંડ (રો-સુગર) વાયદો સપ્તાહના અંકે 19.99 અમેરિકન સેન્ટ પ્રતિ પાઉન્ડ (33,030 રૂપિયા પ્રતિ ટન) પર બંધ થયો. ખાંડની રોકડ ડિલિવરી પણ તે દર બોલાઇ હતી. માર્ચમાં ડિલિવરી માટે લંડનમાં સફેદ ખાંડ (વ્હાઇટ સુગર)ની કિંમત 512.60 ડોલર (38,100 રૂપિયા) પ્રતિ ટન હતી. 
યુએસડીએએ પાછલી સિઝનમાં 337.6 લાખ ટનની તુલનામાં ભારતીય ખાંડ ઉત્પાદનને 347 લાખ ટન પર પરિવર્તિત રાખ્યો છે. ભારતનું ખાંડ ઉત્પાદન મહત્તમ ત્રણ ટકા વધવાનો અનુમાન છે. ઘરેલુ વપરાશ રેકોર્ડ 285 લાખ ટન અંદાજી છે જે ફરીથી શરૂઆતના અનુમાનોથી અપરિવર્તિત છે, પરંતુ પાછલી સિઝનની તુલનામાં 5 લાખ ટન વધારે છે. 
અલબત્ત, યુએસડીએ  ભારતના નિકાસ અનુમાનને પાછલા 60 લાખ ટનથી વધારી 70 લાખ ટન કરી દીધો છે. પરંતુ તે પાછલી સિઝનના 72 લાખ ટન થી બે લાખ ટન ટન ઓછો હશે. એજન્સીએ કહ્યુ કે, સબસિડી વગર પણ નિકાસ વધારે થવાની અપેક્ષા છે. ભારતીય ખાંડ મિલો અને નિકાસકારો એ અત્યાર સુધી 21 લાખ ટન નિકાસ કરવાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. 
ભારતમાં ખાંડનો અંતિમ સ્ટોક પહેલાના 165.7 લાખ ટનના અનુમાનની સામે અંતિમ સ્ટોક 143.7 લાખ ટન ઓછો રહેવાનો અનુમાન છે, પરંતુ પાછલી સિઝનના 141.7 લાખ ટનથી વધારે છે. યુએસડીએ એ કહ્યુ કે, સ્ટોક લગભગ સાત મહિનાની વપરાશથી થોડોક વધારે રહેવાની અપેક્ષા છે. 
એક બાજુ ભારત વૈશ્વિક ખાંડ બજારમાં સૌથી આગળ રહી શકે છે, તો બીજી બાજુ બ્રાઝિલ ચિંતાનો વિષય હશે. બ્રાઝિલમાં ઉત્પાદન 420.5 લાખ ટનની તુલનાએ 61 લાખ ટન ઘટીને 360 લાખ ટન રહેવાની અપેક્ષા છે. જે 399 લાખ ટનના આરંભિક અનુમાનથી પણ ઓછો છે.  યુએસડીએએ કહ્યુ કે, શુષ્ક પરિસ્થિતિઓ અને દુષ્કાળને કારણે બ્રાઝિલનું ઉત્પાદન આંશિક રીતે ઘટવાનો અનુમાન છે. એક ઉત્પાદક અને નિકાસકારના રૂપમાં બ્રાઝિલના મહત્વને કારણે, આ ઘટાડાની વૈશ્વિક ખાંડ સપ્લાય અને કિંમતો પર એક મોટી અસર થવાની અપેક્ષા છે. અલબત્ત ખાંડની કિંમતો સ્થિર છે અને ઇથેનોલની કિંમતોની તુલનામાં વધારે આકર્ષક છે. બ્રાઝીલ ઓછામાં ઓછી 46 ટકા શેરડીને ખાંડની માટે અને બાકીને ઇથેનોલ માટે પ્રોસાસિંગ કરી શકે છે. 
અલબત્ત કુલ ખાંડની કિંમતો સ્થિર રહેલી અને ઇથેનોલની કિંમતોની તુલનામાં અપેક્ષા કરતા વધારે આકર્ષક છે. પાછલી સિઝનની જેમ લગભગ 46 ટકા શેરડીનો પાક ખાંડની માટે અને 54 ટકા ઇથેનોલની માટે પ્રોસેસ થવાની અપેક્ષા છે. વપરાશમાં થોડોક ઘટાડો થવાની અપેક્ષા છે. પાછલી સિઝનના 321.5 લાખ ટનની તુલનાએ ઓછી ઉપલબ્ધ સપ્લાયને કારણે નિકાસમાં ઝડપથી 260 લાખ ટનનો ઘટાડો આવવાનો અનુમાન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer