સુરતમાં આવતી કાલથી બે દિવસનો યાર્ન એક્સ્પો

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 3 ડિસે.  
દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના દ્વારા પાંચમી થી સાતમી ડિસેમ્બર દરમિયાન સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે યાર્ન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.  યાર્ન એક્સ્પો પોલિએસ્ટર યાર્નની ઉત્પત્તિના 80 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે.   
ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ચેમ્બરની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થયા છે અને જોગાનુજોગ સિન્થેટીક યાર્નના ઉત્પાદનને પણ 80 વર્ષ પૂર્ણ થયા છે. યાર્ન એક્સ્પોમાં 100 થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે. 25 હજાર વેપારીઓ, વિવર્સ, યાર્ન ડીલર્સ અને ઉદ્યોગપતિઓ, કાપડના વેપારીઓ, વિઝિટર્સ આવશે.  
યાર્ન એક્સ્પોમાં ઘણી નવી વિકસિત યાર્નની જાતો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ઓર્ગેનિક સિલ્ક યાર્ન કે જેને આહિંસક સિલ્ક યાર્ન વેરાયટી તરીકે પણ ઓળખવામાં આવે છે, વાંસના ફાઈબર યાર્ન, કેળાના ફાઈબર યાર્ન, રિસાઈકલ પોલિએસ્ટર યાર્ન, રિસાઈકલ નાયલોન યાર્ન વગેરેનો સમાવેશ થાય છે. 
ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ભૂતકાળમાં બે વખત યાર્ન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. યાર્ન એક્સપોનું ઉદઘાટન ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે થશે. ઉદઘાટન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપરાંત ટેક્સટાઇલ કમિશ્નરન રૂપ રાશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.  
યાર્ન એક્સ્પોમાં સિલ્વાસા, મુંબઈ, ભિવંડી, માલેગાંવ, બુરહાનપુર, ઇચલકરંજી, તિરુપુર, ઈરોડ, ભીલવાડા, અમદાવાદ, બનારસ વગેરે જેવા કાપડ કેન્દ્રોના યાર્ન અને કાપડના વેપારીઓ ઉપસ્થિત રહેશે.  
યાર્ન એક્સપો 2021ના ચેરમેન ગીરધરગોપાલ મુંદડાએ કહ્યું હતું કે, ટનસેલ લકર્સ યાર્ન, બનાના યાર્ન, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન, ડાઇડ યાર્ન, ફેન્સી યાર્ન, કોટન અને અન્ય નેચરલ યાર્ન સહિત અનેક પ્રકારના યાર્ન પ્રદર્શિત કરાશે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer