છ મહિનામાં કાપડઉદ્યોગમાં આધુનિક મશીનરી પાછળ 1300 કરોડના રોકાણની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 11 જાન્યુ. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા યોજાયેલા સીટેક્ષ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓને રૂા. 250 કરોડની મશીનરીઓના ઓર્ડર મળ્યાનું બહાર આવ્યું છે. તેમજ આગામી 6 મહિનામાં કાપડઉદ્યોગમાં અદ્યતન ટેક્સટાઇલ મશીનરીઓમાં રૂા. 1300 કરોડથી વધુનું કેપીટલ રોકાણ આવે તેવી સંભાવના આયોજનકર્તાઓએ વ્યક્ત કરી છે.  
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ, યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ, દેશમાં માત્ર સુરત ખાતે જ ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટેનું વિશાળ એકઝીબીશન યોજાયું હોવાથી દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.  ત્રણ દિવસ દરમ્યાન એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા રપ0 કરોડથી વધુની ટેકસટાઇલ મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા.  
તેમણે ઉમેર્યું હતું કે, જો મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનો અભ્યાસ કરવામાં આવે તો 
આગામી ચાર ૐ છ મહિનામાં ટેકસટાઇલ મશીનરીઓમાં રૂપિયા 1300 કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની સંભાવના છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer