વાહનચાલકો હવે વાહનનો જૂનો નંબર જાળવી શકશે

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 11 જાન્યુ. 
વાહન માલિકોની પોતાના વાહનના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જૂના વાહનોના નંબર જાળવી રાખવાનો આગ્રહ રાખતા હોય છે એ બાબતને ધ્યાન ઉપર લઈને રાજ્ય સરકારે વાહન ચાલકો પોતાનાં વાહનનો જૂનો નંબર રિટેઇન કરી શકશે, એટલે કે જાળવી શકશે, તેવો નિર્ણય લીધો છે. 
રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુન?મળી શકે એ માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. નંબર જાળવી રાખવા માટે  વાહન ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા આવશે. વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે.  
વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રિટેન્શનની પોલીસીને અમલમાં મુકવાનો આ નિર્ણય કરાયો છે આ પોલીસીમાં વાહન માલિક બે વખત તેઓના વાહન નંબર રિટેન્શન કરી શકશે.વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે. 
માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તબદીલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.વાહન ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન કરી શકાશે અને જૂના ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. 
વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રિટન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રિટન થઇ શકશે નહી. તેમજ જે વાહનનો નંબર રિટન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટન કરવાનો છે તે બન્ને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રિટન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે. 
અગાઉ ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રિટેન કરી શકાશે નહી. રિટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રિટન કરેલ નંબર ફાળવવાની પ્રકિયા 15 દિવસમાં પૂરી કરવાની રહેશે. ત્યારબાદ રિટન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહી. ટ્રાન્સફર કે ક્રેપ થતા વાહન જેનો નંબર રિટન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રકિયા વાહન નંબર રિટન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે. 
વાહન નંબર રિટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ.8000, સિલ્વર નંબર માટે રૂ.3,500, અને અન્ય નંબર માટે રૂ.2000, અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ.40.000, સિલ્વર નંબર માટે રૂ.15000, અને અન્ય નંબર માટે રૂ.8000 મિનિમમ ફી ચુકવવાની રહેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer