તાતા ટેલી પણ એજીઆર અને સ્પેક્ટ્રમના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતર કરશે

સરકાર કંપનીમાં 9.5 ટકા શૅર મેળવશે 
એજન્સીસ                        
મુંબઈ, તા. 11 જાન્યુ.
વોડાફોન ઈન્ડિયાને પગલે તાત ટેલિસર્વિસીસ કંપનીએ પણ એજીઆર અને સ્પેક્ટ્રમના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતર કરવાનો નિર્ણય લીધો છે. તેને પરિણામે સરકાર કંપનીમાં 9.5 ટકા શૅર મેળવશે. 
વિવિધ કાયદાઓને આધીન એવા આ નિર્ણયની માહિતી ડિપાર્ટમેન્ટ અૉફ ટેલિકોમ્યુનિકેશનને આપવામાં આવશે એમ કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું.  કંપનીના નિવેદન પ્રમાણે વ્યાજની રકમનું અત્યારનું મૂલ્ય રૂ. 850 કરોડ જેટલું થાય છે પણ ડીઓટીએ તેને મંજૂરી આપવાની રહે છે.  ડીઓટીની ફોર્મ્યુલા પ્રમાણે 14 અૉગસ્ટ, 2021ના દિવસે કંપનીના શૅરનો સરેરાશ ભાવ રૂ. 41.50 થાય છે પણ આ ભાવને ડીઓટીએ આખરી મંજૂરી આપવાની રહે છે. 
તાતા ટેલીએ એજીઆર તરીકે રૂ. 16,789 કરોડ રૂપિયા ભરવાના થાય છે જેમાંથી કંપનીએ રૂ. 4,197 કરોડ ભરી દીધા છે. એજીઆર અને સ્પેક્રમ પેમેન્ટના વ્યાજની ચુકવણી માટે કંપનીએ ચાર વર્ષના મોરેટોરિયમનો વિકલ્પ સ્વીકાર્યો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer