નબળી માગ વચ્ચે પણ દક્ષિણ ભારતમાં કોટન યાર્નમાં તેજી

નબળી માગ વચ્ચે પણ દક્ષિણ ભારતમાં કોટન યાર્નમાં તેજી
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 જાન્યુ.
સુસ્ત માંગ વચ્ચે છેલ્લા 3-4 દિવસ દરમિયાન તિરુપુર અને મુંબઇમાં કોટન યાર્નની કિંમતોમાં 2-4 ટકાની તેજી આવી છે અને કપાસ મોંઘુ થવાથી યાર્ન બજારમાં ભાવમાં તેજી આવી છે. કાપડની માંગ ઓછી રહેવાને કારણે ભિવંડી અને અન્ય સ્થળો પર ઘણા પાવર લૂમ્સને પોતાના ઉત્પાદનમાં કાપ મૂકવા માટે મજબૂર બનાવ્યા છે. અલબત્ત કપાસની કિંમતોમાં મજબૂતીને કારણ કોટન યાર્નની કિંમતોમાં તેજીની સંભાવના છે. 
ચાલુ વર્ષના બીજા છમાસિકમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોની માંગમાં તેજી આવવાની સંભાવના છે. વેપારીઓના મતે વર્તમાનમાં ખરાબ માંગ અને ઉંચા પડતર્ ખર્ચને કારણે કાપડ ઉત્પાદકો સામ-સામે છે. 
મુંબઇના બજારમાં તાણા-તાંતણાંની વેરાયટીના 60 કાઉન્ટ કાર્ડેડ કોટન યાર્નનો વેપાર અનુક્રમે 50-100થી 1,920-2,000 અને 1,700-1,750 પ્રતિ 5 કિગ્રા પર થયા. યાર્નની વેરાયટીના 80 કાઉન્ટ કાર્ડ વાળા કોટન યાર્ન 50-70થી 1,900-1,950 પ્રતિ 5 કિગ્રાના 
હિસાબે વેચાયા. યાર્નની વેરાયટીના 46 કાઉન્ટ કાર્ડેડ કોટન યાર્ન 1,740-1,770 પ્રતિ 5 કિગ્રાના ભાવે વેચાયા, જેની બજારમાં કિંમત 130-140 પ્રતિ 5 કિગ્રાના દરે વધી. 
બ્રોકરોના મતે માંગ નબળી રહી, પરંતુ કપાસની ઉંચી કિંમતોના કારણે યાર્નની કિંમતોમાં તેજી આવી. કાપડની નબળી માંગને કારણે ઘણા પાવર લૂમ્સ પોતાના ઉત્પાદનમાં કાપ મૂકવા મજબૂર થયા. ભિવંડીમાં પાવરલૂમ એક પાળીમાં ચાલી રહ્યા છે. 14 જાન્યુઆરીની મકર સંક્રાતિ અને પોંગલ બાદ માંગ વધવાની અપેક્ષા છે. ગારમેન્ટ એકમો ડિસેમ્બરમાં વિંટરવેરનું ઉત્પાદન બંધ કરી દે છે અને જાન્યુઆરના મધ્ય બાદ ઉનાળાના વસ્ત્રો બનાવવાનું શરૂ કરે છે. 
આ ધારણે તિરૂપુર બજારમાં કપાસની ઉંચી કિંમતોને કારણે કોટન યાર્નની કિંમતોમાં 25 રૂપિયા પ્રતિ કિગ્રાનો વધારો થયો. 30 કાઉન્ટ કંબેડના કોટન યાર્નનો વેપાર તિરૂપુરમાં  350-355, 34 કાઉન્ટ કોમ્બેડ 357-362 અને 40 કાઉન્ટ કોમ્બેડ 385-390 પ્રતિ કિગ્રા પર થયા. 30 કાઉન્ટ કાર્ડના કોટન યાર્ન 320-325, 34 કાઉન્ટ કાર્ડેડ  325-330 અને 40 કાઉન્ટ કાર્ડેડ 350-355 પ્રતિ કિગ્રા પર વેચાયા. 
વેપારી સુત્રોએ જણાવ્યુ , ખરીદદારો માત્ર તાત્કાલિક જરૂરીયાત માટે યાર્ન ખરીદી રહ્યા છે. તેઓ પોતાના કામદારોને જાળવી રાખવા માટે પોતાના લૂમ્સ ચાલુ રાખવાની કોશિશ કરી રહ્યા છે. પાછલાં કેટલાક સપ્તાહોમાં સ્પિનરોનું માર્જિન ઘટી ગયુ કારણ કે તેઓ યાર્નની કિંમતોમાં વધારો કરી શકાયા નહીં પરંત કપાસની ઉંચી કિંમતોને કારણે તેમને ઉત્પાદન માટે વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. માંગ વધતા કિંમતોમાં વધુ તેજી આવવાની સંભાવના છે.  
મંડીઓમાં નબળી સપ્લાયને કારણે સ્થાનિક બજારોમાં પણ કપાસના વેપારમાં કિંમતોમાં તેજી જોવા મળી. વિવિધ બજારોમાં કિંમતોમાં 500-600 પ્રતિ કેન્ડી (પ્રત્યેકમાં 356 કિગ્રા)ની વૃદ્ધિ થઇ. ઉત્તર ભારતમાં કપાસની કિંમત લગભગ 68,000 પ્રતિ કેન્ડી હતી, જ્યારે દક્ષિણ અને પશ્ચિમના રાજ્યમાં તેની કિંમત  70,000 અને 72,000 પ્રતિ કેન્ડીની વચ્ચે હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer