કોરોના : ધંધા-પાણીમાં મંદીનો માહોલ

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 24 જાન્યુ. 
ગુજરાત સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ અને સામાજિક પ્રસગોમા 150 લોકોની હાજરીના નિયત્રણ છતા  અત્યંત ઝડપી સંક્રમણ ધરાવતા કોરોનાના ઓમિક્રોન વાયરસે કહેર મચાવ્યો છે. ગુજરાતમાં કેસની સંખ્યા છેલ્લા એક સપ્તાહથી એકધારી વધતી જાય છે. જોકે રવિવારે આવેલા કેસના આકડાઓ પરથી ગુજરાતમાં પિક આવી ગઇ હોવાના સંકેત પ્રાપ્ત થઇ રહ્યા છે. 
રવિવારે રાજ્યમાં કોરોનાના 16,617 કેસ નોંધાયા હતા. જે છેલ્લા પાંચ દિવસમાં નોંધાયેલા કેસ કરતા સૌથી ઓછા છે. આમ છેલ્લા એક મહિનામાં રોજ નોંધાતા કેસમાં સૌથી મોટો ઘટાડો છે. જોકે છેલ્લા પાંચ દિવસમા રિકવરી રેટમાં 3.32 ટકાનો ઘટાડો થયો છે. જોકે અત્યારે તો દવાખાનાઓ અને હોસ્પિટલો શરદી, ઉઘરસ, તાવ-કળતર અને ડાયેરીયાની ફરિયાદો સાથે ભરચક્ક દેખાય છે. કોરોનામાં મોટાભાગે હોમ આઇસોલેશનથી કામકાજ પતી જાય છે પણ લોકોમાં ગંભીરતા ય હવે રહી નથી. લોકો અગાઉની બે લહેરો કરતા અત્યારે સાવ ઓછાં ગંભીર છે. 
દેશ સહિત ગુજરાતમાં પણ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ઓમિક્રોનના નવા વેરિઅન્ટ પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. એક સાથે ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ સામે આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા ટેસ્ટિગની સંખ્યામાં વધારો કરાયો છે. 
નોંધનીય છે કે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) ખાતે છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન (ઇઅ.1) જોવા મળ્યા હતા. ઇઅ.2 વેરિયન્ટ ખતરનાક છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી. ઋઇછઈ લેબમાં જાન્યુઆરીમાં જીનોમ્સ માટે આવેલા કુલ સેમ્પલમાં માત્ર ચાર ડેલ્ટા (ઇ.1.617.2) જોવા મળ્યા હતાં જ્યારે 95 કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં. ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ ઇઅ.2ના 38 અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટ ઇ.1.1.529ના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના 41 પરિણામો સામે આવ્યા હતા. 
અમદાવાદમાં હાલમાં અનેક ઓફિસોએ કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી છે તો બીજી બાજુ માર્ગો પર જોવા મળતા માણસોની સંખ્યામાં પણ ખાસ્સો ઘટાડો થયો છે. એટલું જ નહી શહેરમાં હવે વિવિધ ઓફિસોમાં વર્ક ફ્રોમ કલ્ચરે વેગ પકડ્યો છે. ઉપરાંત જે લોકોએ પહેલેથી જ લગ્ન લેવાનું નક્કી કર્યુ હતું તેમણે સાદાઇથી લગ્ન પતાવ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ જણાવ્યા અનુસાર અનેક લોકોએ 500ની યાદીમાંથી ઘટાડીને સંખ્યા મર્યાદિત કરી છે તો અમુક લોકોએ ફક્ત ઘરના સભ્યોની જ હાજરીમાં પ્રસંગ પતાવ્યો છે. હોટેલોમાં કાર્યક્રમ ઘટી રહ્યા છે. 
ડિનર લેવા આવનારો વર્ગ ઘટ્યો છે. કેટરીંગના ધંધા પડી ભાંગ્યા છે. થીયેટરો અને મોલમાં ય સંખ્યા ખાસ્સી ઘટી છે. નિષ્ણાતો જણાવે છે કે ઠંડી ઓછી થશે તેમ કેસમાં ઘટાડો થવાની સંભાવના છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer