રૂના વૈશ્વિક ઉત્પાદનના અનુમાનમાં ઘટાડો

ભારતમાં રૂનું ઉત્પાદન ઘટીને 59.87 લાખ ટન થવાની ધારણા 
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 24 જાન્યુ. 
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ) એ માર્કાટિંગ વર્ષ 2021-22ના જાન્યુઆરી મહિનાની રિપોર્ટમાં અમેરિકા અને ભારતમાં પાક નબળો રહેવાથી કોટનના વૈશ્વિક ઉત્પાદન અનુમાન ડિસેમ્બરની તુલનામાં ઘટાડ્યો છે. અલબત્ત, ચીન, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં પાક વધવાથી તેની થોડીક ભરપાઇ થઇ શકશે. રિપોર્ટમાં કોટનના વપરાશ અનુમાનમાં કોઇ ફરેફાર કરાયો નથી પરંતુ અંતિમ સ્ટોકમાં ઘટાડો વ્યક્ત કર્યો છે. કોટનના વૈશ્વિક વેપારમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. યુએસડીએ એ વર્ષ 2021-22ની માટે કોટનનો સરેરાશ ભાવ 90 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ પર યથાવત રાખ્યો છે. 
યુએસડીએના મતે વર્ષ 2021-22 માં ભારતનો કોટન ઉત્પાદન અનુમાન પાછલા મહિનાના 60.96 લાખ ટનથી ઘટાડીને 59.87 લાખ ટન અંદાજ્યો છે. વર્ષ 2020-21 માં તેનુ ઉત્પાદન 60.09 લાખ ટન અને વર્ષ 2019-20 માં 62.05 લાખ ટન રહ્યુ. યુએસડીએ એ પોતાની નવી રિપોર્ટમાં ભારતમાં કોટનની ઘરેલુ વપરાશ વર્ષ 2021-22 માં 56.61 લાખ ટન અંદાજી છે. જે વર્ષ 2020-21 માં 54.43 લાખ ટન અને વર્ષ 2019-20 માં 43.55 લાખ ટન હતી. 
ભારતનો વર્ષ 2021-22 કોટનનો પાક વર્ષ માં અંતિમ સ્ટોક 22.08 લાખ ટન રહેવાનો અનુમાન છે. તેનો અનુમાન પાછલા મહિને 243.60 લાખ ટન હતો. આ સ્ટોક વર્ષ 2020-21માં 29.26 લાખ ટન રહ્યો, જ્યારે તે વર્ષ 2019-20 માં 35.24 લાખ ટન હતો. ભારતમાંથી વર્ષ 2021-22માં કોટનની નિકાસ 12.63 લાખ ટન રહેવાની સંભાવના છે. તે વર્ષ 2020-21માં 13.48 લાખ ટન તેમજ વર્ષ 2019-20 માં 6.97 લાખ ટન હતી. 
યુએસડીએ એ માર્કાટિંગ વર્ષ 2021-22 (ઓગસ્ટ-જુલાઇ)ના જાન્યુઆરી 2022 મહિનાના રિપોર્ટમાં કોટનનું વૈશ્વિક ઉત્પાદન 2.63 કરોડ ટન રહેવાનો અનુમાન મૂક્યો છે જે પાછલા મહિને 2.64 કરોડ ટન હતો. પાકિસ્તાનમાં વર્ષ 2021-22માં કોટનનું ઉત્પાદન 12.63 લાખ ટન (પાછલા મહિને 12.41 લાખ ટન) રહેવાનો અનુમાન છે.  
અમેરિકામાં વર્ષ 2021-22 માં 38.37 લાખ ટન કોટનનો પાક થવાનો અનુમાન છે જે વર્ષ 2020-21માં 31.81 લાખ ટન તેમજ વર્ષ 2019-20 માં 43.36 લાખ ટન રહ્યો. ચીનમાં વર્ષ 2021-22 માં 58.79 લાખ ટન કોટન ઉત્પન્ન થવાની સંભાવના છે. તેનું ઉત્પાદન વર્ષ 2020-21 માં 64.23 લાખ ટન અને વર્ષ 2019-20 માં 59.33 લાખ ટન હતુ. તુર્કીમાં વર્ષ 2021-22 માં 8.27 લાખ ટન (વર્ષ 2020-21 માં 6.31 લાખ ટન) કોટન ઉત્પન્ન થવાનો અનુમાન છે. જ્યારે, અન્ય દેશોમાં કોટનનુ ઉત્પાદન વર્ષ 2021-22 માં 44.71 લાખ ટન (વર્ષ 2020-21 માં 41.32 લાખ ટન) રહેવાનો અનુમાન છે. 
ચીનનો અંતિમ સ્ટોકવર્ષ 2021-22 માં 79.36 લાખ ટન રહેવાનો અનુમાન છે. તેનો સ્ટોક વર્ષ 2020-21 માં 85.46 લાખ ટન અને વર્ષ 2019-20 માં 80.34 લાખ ટન હતો. વર્ષ 2021-22માં  બ્રાઝિલ માં 27.96 લાખ ટન (વર્ષ 2020-21 માં 24.21 લાખ ટન) કોટનનોઅંતિમ સ્ટોક રહી શકે છે.  
દુનિયાભરમાં વર્ષ 2021-22 માં 327 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થવાનો અનુમાન છે. તેની ખેતી 2020-21માં 314 લાખ હેક્ટર અને 2019-20 માં 347.3 લાખ હેક્ટરમાં થઇ ભારતમાં કપાસનુ વાવેતર અનુમાન વર્ષ 2021-22ની માટે 124 લાખ હેક્ટરમાં થવાનો અનુમાન છે. જ્યારે, વર્ષ 2020-21 માં 130 લાખ હેક્ટરમાં વાવેતર થઇ હતી. તેની ખેતી વર્ષ 2019-20 માં 134 લાખ હેક્ટર હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer