તલમાં રમજાનની માગ, કોરિયન ટેન્ડર નક્કી કરશે ભાવની મૂવમેન્ટ

અૉર્ગેનિક તલના ભાવ ઘટેલા છે અને માગ પણ નબળી છે 
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 24 જાન્યુ. 
તલના ભાવ નબળી માંગને કારણે આગામી એકથી દોઢ મહિના સુધી પ્રાઇસ રેન્જની આસપાસ ટકેલા રહેશે. તલના ભાવ જેવા જ ઉપર જશે તેમાં વેચવાલી આવે છે જ્યારે ભાવ તૂટે ત્યારે નીકળેલી ખરીદી ફરી તેને હાલના સ્તરની આસપાસ લઇ આવે છે. અલબત્ત વેપારીઓની નજર હવે રમજાનની માંગ પર છે કે તે કેવી રહે છે. 
ઇન્ડિયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમુખ ખુશવંત જૈનનું કહેવુ છે કે, તલમાં વિદેશી માંગ ઉંચા ભાવો પર જઇને અટકી જાય છે જેનાથી તેના ભાવ ફરીથી નીચે આવી જાય છે. તલના ભાવ આગામી એકથી દોઢ મહિના સુધી 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વધ-ઘટમાં રહેશે. તલના ભાવની આગામી દિશા રમજાનની માંગ પર નિર્ભરછે. જો રમજાનની નિકાસ માંગ સારી રહે તો બજારને ચોક્કસપણે ટેકો મળશે. પરંતુ તે મોટા જથ્થામાં આવતી દેખાઇ રહી નથી. પાછલા મહિને ક્રિસમસની માંગથી તલના ભાવોને સપોર્ટ મળ્યો હતો પરંતુ આ માંગ ગાયબ થયા બાદ ભાવ ફરીથી પોતાના સ્તર પર આવી ગયા હતા. 
ચાલુ રવી સિઝનમાં દેશમાં તલનુ વાવેતર માત્ર 38 હજાર હેક્ટરમાં થયુ છે જ્યારે પાછલી સિઝનમાં તે વાવેતર 42 હજાર હેક્ટરમાં હતુ. રવી સીઝનમાં તલનુ સરેરાશ વાવેતર 3.35 લાખ હેક્ટરમાં થયુ છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે રવી સીઝનમાં ખેડૂતોએ તેલીબિયાં પાકમાં તલના બદલ સરસવને વધારે પસંદ કરી છે. 
ડીએસએન એગ્રી બ્રોકર્સના પ્રતીક અઢિયાનું કહેવુ છે કે તલનુ બજાર સ્થિર થઇ ગયુ છે. પાછલા સપ્તાહે જરૂર ભાવ 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધ્યુ હતુ હલ્ડની માંગ નીકળતા પરંતુ હવે ભાવોમાં મૂવેમેન્ટ નથી. ઓર્ગેનિક તલના ભાવ ઘટેલા છે અને માંગ પણ નબળી છે. જેવુ સાંભળ્યુ છે કે આગામી મહિને દક્ષિણ કોરિયાથી તલના ટેન્ડર આવી શકે છે. જો આવુ થાય અને ભારતને કેટલાં પ્રમાણમાં ઓર્ડર મળે છે અને ભારતને કેટલા પ્રમાણમાં ઓર્ડર મળે છે. આવી રીતે બજારની મૂવમેન્ટ તેના પર નિર્ભર રહેશે. અલબત્ત, નવો પાક આવવામાં હજી 3-4 મહિનાનો સમય છે પરંતુ હાલ સ્ટોક પર ઓછો નથી. નિકાસ માંગ હલ્ડમાં જરૂર રહે છે પરંતુ નેચરલમાં માંગ વધારે મંદ છે. નેચરલ તલની માંગ યુરોપિયન દેશોમાંથી આફ્રિકા તરફ ફંટાઇ છે, કારણ કે ત્યાંના તલ ઓર્ગેનિક છે, જ્યારે ભારતીય તલમાં પેસ્ટીસાઇડ હોય છે. વૈશ્વિક બજારોમાં ભારતીય હલ્ડ તલ 119 રૂપિયા અને નેચરલ તલ 99.9 વેરાયટી 141 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહ્યા છે. 
નોંધનિય છે કે, ઇન્ડિયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઇઓપીઇપીસી)ના મતે ભારતમાં ચાલુ વર્ષે ખરીફ પાક હેઠળ તલનુ કૂલ ઉત્પાદન 2.30 લાખ ટન થવાનો અનુમાન છે. રાજસ્થાનમાં ચાલુ વર્ષે તલનુ ઉત્પાદન 54 હજાર ટન, ગુજરાતમાં 21 હજાર ટન, મધ્યપ્રદેશમાં 51 હજાર ટન, ઉત્તરપ્રદેશમાં 65 હજાર ટન અને અન્ય રાજ્યોમાં 38 હજાર ટન થવાનો અનુમાન છે. રાજસ્થાનમાં તલની ઉત્પાદકતા (યીલ્ડ) પ્રતિ હેક્ટર 211 કિગ્રા, મધ્યપ્રદેશમાં 215 કિગ્રા, ગુજરાતમાં209 કિગ્રા, ઉત્તરપ્રદેશમાં 191 કિગ્રા રહેવાનો અનુમાન છે. દેશભરમાં તલની ઉત્પાદકતા (યીલ્ડ) 192 કિગ્રા રહેવાની સંભાવના છે. 
રાજકોટ મંડીમાં લૂઝ ભાવ તલ 99.5 વેરાયટી 10800-11000 રૂપિયા, 99.1 વેરાયટી 10650-10800 રૂપિયા,  98.2 વેરાયટી 10300-10650 રૂપિયા અને 95.5 વેરાયટી 9750-10300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યા છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer