હજી 15 વર્ષ મોંઘાં ખાદ્યતેલની આયાત કરવી પડશે

એજન્સીસ
નવી દિલ્હી, તા. 24 જાન્યુ.
ભારતે હજી લગભગ 15 વર્ષ સુધી ખાદ્યતેલોની મોંઘા ભાવે આયાત કરવી પડશે, કારણ કે સ્થાનિક ઉત્પાદન કરતાં માગ વધુ ઝડપે વધી રહી છે. આવતાં ચાર વર્ષમાં ખાદ્યતેલોના સ્થાનિક વપરાશમાં 17 ટકાનો વધારો થવાનો સંભવ છે એમ સોલ્વન્ટ એક્ષ્ટ્રેકટર્સ ઍસોસિયેશન (સી)ના એક્ઝિકયુટિવ ડિરેકટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું. વપરાશમાં આટલો મોટો વધારો સ્થાનિક પુરવઠાખાધને વધુ તીવ્ર બનાવશે. આ વર્ષે 2021-22માં ખાદ્યતેલોનો વપરાશ 230 લાખ ટન અંદાજાય છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન આશરે 100 લાખ ટન થશે. ભારત વિશ્વમાં વનસ્પતિ તેલોના સૌથી મોટા આયાતકાર દેશોમાંથી એક છે. ઘણાં વર્ષોથી તે આયાત ઘટાડવા પ્રયત્નશીલ છે, પરંતુ તેને ખાસ સફળતા મળતી નથી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer