ભારતીય મકાઇમાં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની સતત ખરીદી

ભારતીય મકાઇમાં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની સતત ખરીદી
રૂપિયાની મજબૂતીએ નિકાસકારોના માર્જિનને પ્રભાવિત કર્યું છે 
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 24 જાન્યુ. 
દક્ષિણ પૂર્વ એશિયન દેશ, ખાસ કરીને વિયેતનામ અને મલેશિયા એ ભારતીય મકાઇની મોટા જથ્થામાં ખરીદી ચાલુ રાખી છે કારણ કે ભાવ જુલાઇ 2021ના ઊંચા સ્તરથી નીચે આવી ગયા છે. એગ્રી કોમોડિટી એક્સપોર્ટ્સ એસોસિએશન (એસીઇએ)ના અધ્યક્ષ એમ મદન પ્રકાશનું કહેવુ છે કે, વિયેતનામ અને મલેશિયા મોટા જથ્થામાં ભારતીય મકાઇ ખરીદી રહ્યા છે પરંતુ કિંમતોમાં ઘટાડાને કારણે અમને સારું માર્જિન મળી રહ્યુ છે.   
નિકાસકારોનું કહેવુ છે કે વિયેતનામ મરઘીઓને ખવડાવવા માટે ભારતીય મકાઇ નો એક મોટો ખરીદદાર બનેલો છે. રૂપિયાની મજબૂતીએ નિકાસકારોના માર્જિનને પણ પ્રભાવિત કર્યુ છે. પાછલા એક મહિનામાં ભારતીય રૂપિયા અમેરિકન ડોલરની સામે 1.7 ટકા વધ્યો છે. ગુરુવારે ડોલરની સામે ભારતીય રૂપિયા 74.4 હતો. 
ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઇસીઇ)માં બુધવારે  મકાઇ વાયદા 6 ડોલર પ્રતિ બુશલનો લોટ આવ્યો કારણ કે બ્રાઝીલે ડિસેમ્બરમાં કરાયેલા અનુમાનોની તુલનામાં પોતાનો પાક ઓછો હોવાની માહિતી આપી હતી. માર્ચ મકાઇના વાયદા ભાવ 6.11 ડોલર પ્રતિ બુશલ (17,850 રૂપિયા પ્રતિ ટન) પર બંધ થયા. જુલાઇ 2021માં ચીન દ્વારા ચાલુ સીઝનમાં વપરાશના અનુમાનને ઘટાડ્યા બાદ મકાઇ વાયદા 6.6 ડોલરથી નીચે ગગડવાની પહેલા 6 ડોલરે આવી ગયો હતો.  બેંગાની ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી બિમલ બેંગાનીનું કહેવુ છે કે ઉંચા ભાવો પર મકાઇની નિકાસ સંભવ નથી. હાલ અમે અગાઉ કરાયેલા સોદાને પૂરા કરી રહ્યા છે. મકાઇ નિકાસકારોને ખાસ કરીને બાંગ્લાદેશમાં કિંમતોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેણે ભારતમાંથી મોટા જથ્થામાં મકાઇ ખરીદી હતી. બિમલ બેંગાનીએ કહ્યુ કે, બાંગ્લાદેશમાં ભાવ ઘટી ગયા છે, અલબત્ત ભારતમાંથી મકાઇ ખરીદવાનું ચાલુ છે. બાંગ્લાદેશને નિકાસની પહેલા 300-320 ડોલર પ્રતિ ટન ફ્રી-ઓન બોર્ડ પર કરાઇ હતી. ઢાકાની માટે શિપમેન્ટ મુખ્યત્વે જમીન માર્ગે કરાઇ રહી છે.   
કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશ નિકાસ વિકાસ સત્તામંડળ (અપેડા)ના આંકડાઓ અનુસાર ભારતે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બર દરમિયાન સમગ્ર 2020-21ની દરમિયાન 30.26 લાખ ટનની તુલનામાં 22.46 લાખ ટન મકાઇની નિકાસ કરી. પ્રથમ છ મહિનામાં મકાઇની શિપમેન્ટની તુલનામાં જાણવા મળ્યુ કે તે લગભગ સાત લાખ ટન વધારે છે. વર્ષ 2014-15ની દરમિયાન 35 લાખ ટનથી વધારે નિકાસ કર્યા બાદ ભારતની મકાઇ નિકાસ પાછલા નાણાકીય વર્ષમાં છ વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગઇ. બાંગ્લાદેશ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ- નવેમ્બર દરમિયાન 8.79 લાખ ટન ભારતીય મકાઇની આયાત કરીને મોખરે  છે  જ્યારે વિયેતનામે 6.63 લાખ ટન અને નેપાળે 4.03 લાખ ટન મકાઇની આયાત કરી. 
નિકાસકારોને હવે ઘરેલુ બજારમાં મકાઇની માટે વધારે ઉંચી કિંમત ચૂકવવી પડી રહી છે. તેમણે અગાઉ જ્યાં 14,000-15,000 રૂપિયા પ્રતિ ટન મળતા હતા, પરંતુ હવે કિંમત વધીને 17,000-18,000 રૂપિયા પ્રતિ ટને પહોંચી ગયા છે. નિકાસકારોનું કહેવુ છે કે, દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રમાં મકાઇની ગુણવત્તા સારી છે. ભારતીય નિકાસકારોએ હવે ખાડી દેશોમાં બજાર શોધવાનું શરૂ કરી દીધુ છે. અલબત્ત રવી મકાઇનુ ઉત્પાદન સારું રહેવાની અપેક્ષાથી સ્થાનિક કિંમતોમાં થોડીક નરમાઇ આવી શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer