કૃષિમાં ડ્રોનને પ્રોત્સાહનથી ખેડૂતોને થશે ફાયદો

કૃષિમાં ડ્રોનને પ્રોત્સાહનથી ખેડૂતોને થશે ફાયદો
31મી માર્ચ સુધીમાં સહાય મેળવી શકાશે
નવી દિલ્હી, તા. 24 જાન્યુ. 
કૃષિ ડ્રોનના ઉપયોગ અંગે ખેડૂતોને જાગૃત કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ મંત્રાલય સબસિડી આપવાનું વિચારી રહ્યું છે. કૃષિ મંત્રાલય, ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવા નવી ટેકનિક લાવી રહ્યું છે. કૃષિ ડ્રોન ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે અને આની મદદથી જંતુનાશક કે દવાઓનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં કરી શકાય છે.અને ખેડૂતોને ઓછા સમયમાં અને ઝડપી કામકાજ મળી રહશે. આનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે, સમયની બચત થશે. આ ડ્રોનનો ફાયદો એ થશે કે ખેડૂતો જલ્દી જંતુ વ્યવસ્થાપન કરી શકાશે. 
કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેકનોલોજીને સસ્તું બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે. 
ડ્રોન માટે કૃષિ મંત્રાલય સબસિડી આપવાનું વિચારી રહ્યું છે.ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામાં કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે અનેખેતીના આધુનિક સાધનો પૈકી એક છે અને ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. 
કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, `સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઈઝેશન યોજના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આઈસીએઆર સંસ્થાઓને કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેકનોલોજીને સસ્તું બનાવવા માટે શરૂ કરવામાં આવી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે. 
ખેડૂતોને ડ્રોનના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કરવા માટે ડ્રોન ખરીદવા માટે 100% ગ્રાન્ટ આપવામાં આવશે અને તેની સાથે દસ લાખ રૂપિયા સુધીની રકમ આપવાની પણ વિચારણા જોવા મળી રહી છે.ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે અને તેની સાથે આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર રૂ. 6000 આપાશે અને જ્યારે ડ્રોન ખરીદતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર 3000 રૂપિયા આપવામાં આપવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer