અમેરિકામાં દ. ગુજ. ચેમ્બર દ્વારા યોજાશે ગ્લોબલ ટેક્સ્ટાઇલ ટ્રેડ ફેર

અમેરિકામાં દ. ગુજ. ચેમ્બર દ્વારા યોજાશે ગ્લોબલ ટેક્સ્ટાઇલ ટ્રેડ ફેર
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 24 જાન્યુ. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર સુરતના કાપડઉદ્યોગને દુનિયાના દેશોમાં ઓળખ મળે અને સ્થાનિક ઉદ્યોગકારો માટે વેપારની વધુ તકો ઉઘડે તે માટે આવતા મહિને દુબઇમાં ટ્રેડ એક્સપોનું આયોજન કર્યું છે. દુબઇ બાદ ચેમ્બરએ અમેરિકામાં સુરતના કાપડઉદ્યોગ માટે ચાર દિવસના ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરનું આયોજન થવાનુ છે.  
ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે યોજાયેલી બેઠકમાં સુરત પેવેલિયન માટે 50 થી વધુ એકઝીબીટર્સ દ્વારા સ્થળ પર જ બુકીંગ કરાયું છે, 100થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ શકશે. ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી 24 ટકા કાપડની નિકાસ એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી સુરતના કાપડઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ચાર દિવસ માટે `ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર' આયોજન કરાયું   સધર્ન ગુજરાત ચેમ્બર દ્વારા ખાતે કાપડ ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર દ્વારા દુબઇ બાદ હવે યુ.એસ.એ.ના ત્રણ જુદા-જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે `ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર' એકઝીબીશનના આયોજનની જાહેરાત કરી છે. 
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આગામી તા. 10 અને 11 જૂન, ર0રરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં `ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ'  ફેરએક્ઝિબિશન યોજાશે. ત્યારબાદ તા. 15 જૂનના રોજ ટેકસીસ રાજ્યના ડેલેસ શહેરમાં તથા તા. 18 જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ટેબલ ટોપ બાયર  - સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો -વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે. 
`ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ'  ફેરએક્ઝિબિશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે.  યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝિટર્સ એક્ઝિબીશનમાં આવશે. 
યુ.એસ.એ.ના જ્યોર્જિયા સહિતના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો ચેમ્બર દ્વારા ત્યાંની સ્થાનિક એસોસીએશનની સાથે મળીને સંપર્ક સાધવામાં આવ્યો છે. જેમાં જ્યોર્જિયા રાજ્યના 373, નોર્થ કોરોલીનાના પ39, સાઉથ કોરોલીનાના 204, ફલોરીડાના 215, અલાબામાના 90, ટેનીસીના 105 અને વર્જિનિયા રાજ્યના 107 મળી કુલ 1633 ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો સમાવેશ થાય છે. આ એકઝીબીશનમાં પ્રથમ દિવસે માત્ર બીટુબી ઉપર ફોકસ કરાશે. જ્યારે બીજા દિવસે બીટુસી ઉપર ધ્યાન આપવામાં આવશે. 
ચેમ્બર દ્વારા યુ.એસ.એ.ની સ્થાનિક એસોસીએશન સાથે મળીને ત્યાંના બાયર્સ તથા ટ્રેડ એસોસીએશનના હોદ્દેદારો અને મેમ્બર્સને એકઝીબીશન માટે આમંત્રણ આપવામાં આવશે. ઉદ્યોગકારો સાથે યોજાયેલી મિટીંગમાં એકઝીબીશનમાં સુરત પેવેલિયન માટે 50 થી વધુ ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર જ બુકીંગની તૈયારી બતાવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer