ફેડ રિઝર્વની આજની મિટિંગ પૂર્વે શૅરબજારમાં વેચવાલીનું તાંડવ

ફેડ રિઝર્વની આજની મિટિંગ પૂર્વે શૅરબજારમાં વેચવાલીનું તાંડવ
રોકાણકારોએ પાછલા પાંચ દિવસમાં રૂા.17.54 લાખ કરોડ ગુમાવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 24 જાન્યુ.
પાછલા અનેક દિવસોથી તબક્કાવાર ઘટી રહેલા શૅરબજારમાં સોમવારે દિવસ દરમિયાન બે હજાર પોઇન્ટ્સનો મોટો કડાકો આવતાં નાના અને મધ્યમ રોકાણકારોએ કરોડો ગુમાવ્યા હતા હતા અને વેચવાલીના આવેલા ઘોડાપૂરમાં તેમની કમાણી તણાઇ ગઇ હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો થશે, એવી આશંકાએ સતત વેચવાલીના દોર બાદ આજે થયેલા મોટા ઘટાડા પછી રોકાણકારોએ પાછલા પાંચ દિવસમાં રૂા.17.54 લાખ કરોડ ગુમાવ્યા છે.17મી જાન્યુઆરી બાદ બીએસઇમાં 3300 પોઇન્ટ્સનો અને એનએસઇમાં 1100 પોઇન્ટ્સનું ધોવાણ થયું છે. બજેટ પૂર્વેની વેચવાલીમાં આજે વીઆઇએક્સ ઇન્ડેક્સ 21 ટકા વધ્યો હતો.
એશિયામાં જપાનના નિક્કી સિવાયનાં બજારો ઘટાડે બંધ થયાં હતાં જ્યારે બપોરે શરૂ થયેલા યુરોપનાં બજારો પણ મોટા ઘટાડા સાથે ખુલ્યાં હતાં. સત્રના અંતે સેન્સેક્ષ 1545 પોઇન્ટ્સ ઘટી 57,491 પોઇન્ટ્સના સ્તરે અને નિફ્ટી 468 પોઇન્ટ્સ ઘટી 17,149 પોઇન્ટ્સના સ્તરે બંધ થયા હતા.
અૉક્ટોબરના ટોચના સ્તરેથી સેન્સેક્ષ અને નિફ્ટી બંને છ ટકા ઘટયા છે. માર્કેટ સમીક્ષકોનું માનવું છે કે રોકાણકારોએ મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતા શેર્સ જાળવી રાખવા અને નીચલા સ્તરેથી સારા - જાતવાન શેર્સમાં રોકાણ કરવું લાંબા ગાળા માટે લાભકારક નીવડશે. 
આજે ક્રિપ્ટો કરન્સી અને બ્રેન્ટ ક્રૂડ તૂટયા હતા જ્યારે વૈશ્વિક સોનું 10 ડૉલર ઊછળી 1841 ડૉલર પ્રતિ ઔંસ રનિંગ હતું.  
આવતી કાલથી ફૅડ રિઝર્વની બેઠક શરૂ થઇ રહી છે અને ભારતીય બજારોમાં એફએન્ડઓ એક્સ્પાઇરી નજીક હોવાથી એફઆઇઆઇ તમામ સેર્ક્ટ્સના શેર્સ વેચાણ કરવા દોડી હતી તેથી બજારમાં વેચવાલી બેફામ બની હતી. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવશે એવી ધારણા પ્રબળ બનતાં તમામ વૈશ્વિક શૅરબજારો તૂટયાં હતાં. 
યુરોપમાં જર્મન ડેક્સ 1.67 ટકા, લંડન શૅરબજાર 1.11 ટકા અને ફ્રાન્સનો સીએસી 1.83 ટકાના ઘટાડે ટ્રેડ કરી રહ્યા હતા.     
આજે સવારે એશિયન શેર બજારો ઘટાડા સાથે બંધ આવ્યા હતા. જપાનનો નિક્કી  0.24 ટકા વધ્યો હતો જ્યારે હેંગસેંગ 1.24 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 1.49 ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપના બજારો મોટા ઘટાડા સાથે શરૂ થયા હતા. યુરોપના બજારોમાં જર્મન ડેક્સ 1.67 ટકા, લંડન શેર બજાર 1.11 ટકા અને ફ્રાન્સનો સીએસી 1.83 ટકાના ઘટાડા સાથે ટ્રેડમાં હતા.કોમોડીટીઝમાં બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ  9 સેન્ટ ઘટી 87.80 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 9.70 ડૉલર વધી 1841.50 ડૉલર રનિંગ હતું.  
બીએસઈમાં 875 શૅર્સમાં નીચલી સર્કિટ લાગી
ફેડ વ્યાજદર, ડૉલરની ઊંચાઈ, ક્રૂડમાં સુધારા અને એશિયામાં તણાવ જેવાં મલ્ટીપલ કારણસર ભારતીય બજારોમાં એપ્રિલ 21 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં બીએસઈ ખાતે ફેડ થયેલ 3844માંથી 875 (22 ટકા) શૅરમાં નીચલી સર્કિટ લાગુ થતાં બજારમાં ગભરાટ ફેલાયો હતો. ઉપરોક્ત કાઉન્ટર પર કોઈ લેવાલ નહોતો. આજના કડાકામાં સ્મોલ કેપ કંપનીઓમાંથી પાંચમાંથી એક નીચલી સર્કિટમાં સપડાઈ હતી. જેમાં બીએસઈ એક્સટી (33, એક્સ (166), ટી (141 અને ઝેડ (54) ગ્રુપમાં 79 ટકા શૅરમાં લોઅર સર્કિટ હતી. ઓલકેમ ઇન્ડેક્સના 77 શૅર જેમાં અદાણી એનર્જી, નાહર સ્પીનિંગ, દીપક ફર્ટિલાઇઝર, જેબીએમ ઓટો, તેજસ નેટવર્કમાં કોઈ લેવાલ નહોતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer