ગિફ્ટ સિટીમાં નેગોશિયેબલ લાર્જ ટ્રેડનો આરંભ

ગાંધીનગર, તા.17 મે 
એનએસઇ આઇએફએસસીએ ગિફ્ટ સિટી ખાતે સીંગાપોર એક્સચેંજથી નેગોશિયેબલ લાર્જ ટ્રેડસનો આરંભ કરવાની જાહેરાત કરી છે. એક્સચેંજે જણાવ્યું હતુ કે, પ્રથમ તબક્કામાં એનએસઇ આઇએફસી-એસડીએક્સ કનેક્ટ ખાતે કામગીરી શરૂ કરાઇ છે. ગિફ્ટ સિટી ખાતે વિકસતી બજારોમાં મહત્વનું યોગદાન આ ટ્રેડ આપશે. 
2019માં એનએસઇ અને એસજીએક્સગ્રુપ દ્વારા સહકાર સાધીને યુનિફાઇટ લિક્વિડિટી પૂલ ઇભું કરવાનું નક્કી થયું હતુ.એ પછી નિફ્ટીની પ્રોડક્ટ તરીકે ગિફ્ટસિટીમાં આ મોડેલનો અમલ કરવામાં આવ્યો છે. એસજીએક્સ ગ્રુપના સભ્યો ઓનબોર્ડ થાય તેની સાથે જુલાઇ 2022માં કનેક્ટ લાઇવ થશે. એનએલટી એક્સચેંજના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ પર ટ્રેડ થશે પણ તેને ક્લિયરીંગ હાઉસમાં સતત જાણકારી આપવી પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer