મુંબઇ, તા. 17 મે
કેન્દ્ર સરકાર દ્વારા પાછલા સપ્તાહે વધુ 5.5 લાખ ટન જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) સોયાખોળની આયાતની મંજૂરી આપ્યા બાદ સોયાબીનની કિંમતો ઘટવા લાગી છે. સરકારના આ પગલાથી પોલિટ્રી ઉદ્યોગને મોંઘા ફિડની સમસ્યાનો ઉકેલ લાદવવામાં મદદ મળી શકશે.
સોયાબીન અને સોયાબીનની કિંમતોમાં પાછલા સપ્તાહ દરમિયાન લગભગ 7-8 ટકાનો ઘટાડો આવ્યો છે અને વેપારીઓએ આગામી મહિનામાં બજારમાં સોયાબીનની આવકમાં સુધારાની અપેક્ષા છે, જે મંદ પડેલા પિલાણને વેગ આપી શકે છે.
વેપારીઓનુ કહેવુ છે કે, મધ્યપ્રદેશની વિવિધ મંડીઓ જેવી કે દેવાસ, વિદિશા અને ખંડવામાં પાછલા એક સપ્તાહમાં સોયાબીનની કિંમતો 500-600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટી છે.
સોયાબીનની કિંમતોમાં નરમાઇના વલણ બાદ સોયાખોળની કિંમતોમાં પણ નરમાઇ આવી છે.
સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સોપા)ના કાર્યકારી ડિરેક્ટર ડીએન પાઠકે કહ્યુ કે, છેલ્લા એક સપ્તાહમાં સોયાબીનની કિંમતોમાં 5,000-6,000 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો આવ્યો છે. ખેડૂતોની પાસે હજી પણ ઘણો સ્ટોક છે. તે જોવા માટે થોડાક સમય રાહ જોશે કે શું કિંમત હજી વધી શકે છે. જો કિંમતો ઝડપથી નથી વધતી, તો જૂનમાં અમારી પાસ અત્યંત વધારે આવક હશે અને તેનાથી કિંમતોમાં વધુ ઘટાડો આવી શકે છે. નરમાઇ બાદ વિદેશી અને સ્થાનિક કિંમતોની વચ્ચે ભાવમાં થોડોક તફાવત ઘટવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકારે આયાતકારોને 30 સપ્ટેમ્બર પહેલા જીએમ સોયાખોળની આયાત કરવાની મંજૂરી આપી છે. પાછલા વર્ષે ઓગસ્ટમાં, સરકારે 12 લાખ ટન જીએમ સોયાખોળ આયાત કરવાના નિયમમાં છૂટછાટ આપી હતી.
સોપા દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર ચાલુ તેલીબિયાં વર્ષ 2021-22 દરમિયાન ઓક્ટોબરથી માર્ચ સુધી સોયાબીનની બજાર આવક એક વર્ષ પૂર્વેના સમાન સમયગાળાના 74.75 લાખ ટનની તુલનાએ 61 લાખ ટન એટલે કે 18 ટકા ઓછી હતી.
ઓછી આવકના પરિણામસ્વરૂપ ઓક્ટોબર-માર્ચ 2021-22 દરમિયાન પિલાણ 35 ટકા ઘટીને 40.40 લાખ ટન રહ્યુ જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં 62.50 લાખ ટન હતુ.
ઓછા પિલાણ વચ્ચે પણ ઓક્ટોબર-માર્ચની દરમિયાન ફીડ ઉદ્યોગ તરફથી ઉપાડ ઘટીને 28.50 લાખ ટન (29.25 લાખ ટન) રહ્યો છે કારણ કે ફીડ ઉત્પાદકોએ ટુકડા ચોખા અને ઘઉં જેવા વિકલ્પો શોધ્યા છે.