સોલાપુરની ચાદરો, ટેરી ટોવેલની નિકાસ વધારવાના પ્રયાસ

સોલાપુર, તા. 17 મે
સોલાપુર શહેર તેની ચાદર માટે પ્રખ્યાત છે. એમાં પણ ત્યાંની `મયુર-પંખ' ચાદરની વેરાયટી જગ પ્રસિદ્ધ છે. અહીં લગભગ 400-500 હાથકરઘા કાર્યરત છે. આ બધાની ક્વોલિટી અલગ-અલગ હોવાથી બધી ઉપજ એક સમાન નથી. કોઈકનું વજન 850-900 ગ્રામ તો કોઈકનું એક હજાર ગ્રામ, તો અન્યનું 60<90, 60>100 તો 120 સાઈઝ સુધીની બને છે. ડિઝાઈન, ફિનિશિંગ તથા વજન મુજબ બધાના ભાવ પણ અલગ-અલગ હોય છે. તેથી ઉત્પાદકોમાં સ્પર્ધા જામી છે. યાર્નના ભાવ વધ્યાં હોવાથી ચાદર અને ટોવેલ ઉત્પાદકોમાં વ્યવસાય કરવામાં દિલચસ્પી જ નથી. અહીંની ચાદર અને ટોવેલને જી.આઈ. ટેગ પણ મળ્યું છે. તો પણ તામિલનાડુ રોડ અને પાનીપતના ઉત્પાદકોને અહીંના વેપારી અને કારખાનાવાળાઓને વેપારમાં ટક્કર દેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ બનાવટી ક્વોલિટીથી વેપારીઓ તંગ આવી ગયા છે. 
સોલાપુરમાં પારંપારિક અને તંત્રજ્ઞાનથી હાથકરઘા દ્વારા ઉત્પાદન કરવાવાળા લગભગ 50 ટકા કારખાનાવાળા છે. આધુનિક હાથકરઘા દ્વારા ઉત્પાદન કરવાવાળા ઉદ્યમીઓ 40 ટકા છે. સોલાપુરની પ્રખ્યાત ચાદર અને ટોવેલ ઉત્પાદકમાં કાર્યરત પેંટપ્યા ગડ્ડમ રાઠી ટેક્સ્ટાઈલ, ચટકા ટેક્સ્ટાઈલ, ક્ષીરસાગર, કન્હૈયા બ્રાન્ડના ફોકલિયા પરાગ ડાકે, હિમાલય બ્રાન્ડના રાજેશ ગોસકી, મહાવીર ખંડેલવાલ, ઉપાધ્યે ટેક્સ્ટાઈલના પંકજ લાહોટી, પ્રભાકર ટેક્સ્ટાઈલ, દીપક ટેક્સ્ટાઈલ, ચંદ્રપ્યા વાલયા વીરુ ત્રિલોક શેઠ, કાસન કૌસ્તુભ કરવા વસંત મુનોત, મલ્લિકાર્જુન કમટક બાલાજી બુરા, શ્રીનિવાસ દાસરી, રવિન્દ્ર આરકાલ વસવરાજ બડા શ્રીધર પુલ્ગ્મ, ડી. ધુલમ, પ્રવીણ કોટા એવા ઘણા કારખાનેદાર કાર્યરત છે. આ બધા ઉત્પાદકોની બજાર સારી છે. તેઓ સીધે સીધો વિદેશમાં માલ મોકલાવે છે. તો કોઈ વેપારી દ્વારા માલની નિકાસ કરે છે.
સોલાપુરથી જર્મની, યુરોપ, યુએસ, મીડલ ઈસ્ટ, દુબઈ, બ્રિટેન, સાઉથ આફ્રિકા વગેરે દેશોમાં મોટા પાયે વેચાણ રહ્યું છે. પરંતુ આ બધાની મોનોપોલી જેવું બ્રાન્ડિંગ નામ નથી. અહીંની ઉપજ સમગ્ર દેશના મશહૂર મોલ, બૉમ્બે ડાઈંગ, ટ્રાયડન્ટ અને વેલસ્વન વગેરે કંપનીઓ પોતાની બ્રાન્ડ હેઠળ માલ બજારમાં મૂકે છે અને સારો નફો મેળવે છે. પરંતુ સોલાપુરના ઉત્પાદકો સારો પ્રોફિટ અને બ્રાન્ડથી વંચિત રહે છે.
અહીંના ટોવેલ ઉત્પાદકોને હૉસ્પિટલ, ફાર્માસ્યુટિકલ કંપની, મોટી મોટી થ્રી સ્ટાર, ફાઈટ સ્ટાર હોટેલ, લોર્જિંગ તેમ જ અગ્રણી કંપનીઓના ડાયરેક્ટ નિકાસ ઓર્ડર મળે છે અને માલ લેનાર પોતાના નામ કે બ્રાન્ડ હેઠળ તેનું વેચાણ કરે છે. આજે કન્ઝ્યુમર ઉત્પાદનોમાં દેશ-વિદેશમાં જેમ અમૂલનું નામ છે તેવી રીતે સોલાપુરના ઉત્પાદકોની પ્રોડક્ટને નામ મળવું જોઈએ. તે માટે સોલાપુર વેન્ચર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડ.ના અધ્યક્ષ રાજ રાઠી તથા સોલાપુર હાથકરઘાના અધ્યક્ષ પેટપ્પા ગડ્ડમ પ્રયત્નશીલ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer