લગનસરા નિમિત્તે બજારમાં ખરીદીની રોનક

ગંગાપુરસિટી, તા. 17 મે
સ્થાનિક સહિત આસપાસની કાપડ બજારમાં ઘણા સમયથી સૂટિંગ, શર્ટિંગ, રેડીમેડ ગારમેન્ટસ સહિત મહિલાના પરિધાનમાં કામકાજ વધ્યાં છે.  અખાત્રીજ, લગ્નસરા અને ઈદ તેમ જ ઉનાળુ સિઝન હોવાથી બધા જ માલમાં ઘરાકી શાનદાર રહી હતી. 
ભીષણ ગરમી હોવા છતાં ઘરાકી ઉચ્ચત્તમ સ્તરે જોવા મળી રહી છે. આથી ગંગાપુરસિટીમાં આ વર્ષે વેચાણ અપેક્ષા કરતાં વધુ થવાની અપેક્ષા છે. લગ્નસરા નિમિત્તે ઘરાકી વેગ પકડી રહી છે. અહીંની બધી જ કાપડબજારમાં ઉનાળો અને લગ્નસરા નિમિત્તે હિન્દુ અને મુસ્લિમ વર્ગમાં વિવિધ પ્રકારના વત્રોમાં એકસરખી ખરીદારી થઈ રહી છે. કાપડ બજારમાં આથી સકારાત્મક વલણ સર્જાયું છે. તેમ જ કાપડનો વેપાર વધુ સારો રહેવાની સંભાવના છે.
સૂટિંગ શર્ટિંગના કોટન, લિનન, પીસી ટીવી ડિયરમાં કામકાજમાં ચમકારો આવ્યો છે અને કામકાજ હજી વધવાની સંભાવના છે. સૂટિંગ શર્ટિંગના કાપડમાં શહેર કરતાં ગામડામાં ઘરાકી વિશેષ રહી છે. અપેક્ષા મુજબ મધ્યમ તથા સસ્તી રેન્જના સૂટિંગ-શટિંગના કાપડમાં અનુક્રમે ભીલવાડા તથા સતીની સર્વાધિક માગ છે. આગામી સમયમાં કામકાજ વધવાની સંભાવના હોવાથી વેપારીઓ સંપૂર્ણ પણે સજજ છે. એ જ રીતે રેડીમેડ ગારમેન્ટ્સ સહિત મહિલા પરિધાનોમાં કારોબાર સારો થવાના અણસાર છે. હાલમાં અહીં સમૂહ લગ્નની તૈયારીઓ થઈ રહી છે. મેસર્સ રાહુલ કુમાર, રજત કુમાર જથ્થાબંધ વિક્રેતાના સંચાલક જિતેન્દ્ર બજાજ, રાહુલ બજાજ અને રજત બજાજ, મેસર્સ ઈન્ડિયન ક્લોથ સ્ટોરના સંચાલક ભવિષ્યકુમાર અને પ્રમોદ સાગર, મેસર્સ દામોદર લાલ ગુપ્તા ક્લોથ મર્ચન્ટના સંચાલક દામોદર બજાજ અને ગોપાલ બજાજ, મેસર્સ મોતીલાલ લક્ષ્મીનારાયણના સંચાલક સંજય ગોયલ અને નીતિન ગોયલ, મેસર્સ એ વન ક્લોથ સ્ટોરના સંચાલક અનવરખાન અને અકબર ખાન, મેસર્સ શ્રી-શ્યામ ગારમેન્ટ્સના સંચાલક નંદકિશોર ગુપ્તા અને પંકજ ગુપ્તા, મેસર્સ પંકજ ગારમેન્ટ્સના સંચાલક રોહિલ સિંઘલે જણાવ્યું કે પ્રર્વતમાન ઉનાળાની સિઝનમાં મીડિયમ અને સસ્તી રેન્જમાં સર્વાધિક કારોબાર થવાની આશા છે. જે માટે બધા પ્રકારની કારોબારી ઔપચારિક્તાઓ પૂરી કરાઈ છે. ગંગાપુરસિટી તેમ જ તેના આજુબાજુના વિસ્તારમાં હાલ ભીષણ ગરમી અને લુ નો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. જેથી વેપારીઓ, ઉદ્યમીઓ સહિત ગ્રાહકોની મુશ્કેલી વધી રહી છે. 45 ડિગ્રી આસપાસ ગરમી હોવાથી ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયો છે.
સૂટિંગ શર્ટિંગમાં કોટન લિનન સિન્થેટિકમાં થાન ટી આર કામ્બી પેકિંગ ડેનિમમાં સારી પૂછપરછ રહી છે. આ વખતે સૂટિંગ શર્ટિંગમાં પ્લેનની માગ વધુ છે. સેલ્ફ ડિઝાઈન પણ ચાલે છે. અરવિંદ મિલના કોટન સૂટિંગ શર્ટિંગમાં ઘરાકી સારી જામી છે. અરવિંદની પ્રીમિયમ રેન્જ ટ્રેસ્કાની સિન્થેટિક વૂલન કોટન અને લિનન સૂટિંગ શર્ટિંગ, ટી. આર. કામ્બી પેકિંગ, ખાખી સહિત સંપૂર્ણ રેન્જમાં સારી માગ રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer