અમદાવાદમાં દેશના પ્રથમ ફૂટવે બ્રિજનું કામ પૂર્ણતાના આરે

અમદાવાદમાં દેશના પ્રથમ ફૂટવે બ્રિજનું કામ પૂર્ણતાના આરે
વડા પ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાય તેવી શક્યતા  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 17 મે 
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થઈ રહેલ અટલ ફૂટ વે હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર એલીસબ્રીજ અને સરદાર બ્રીજની વચ્ચે અંદાજિત રૂ. 74 કરોડના ખર્ચે આ ફૂટ વે બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રિયન અને સાયકલલીસ્ટને સરળતાથી જોઈ શકાશે. 
આ બ્રિજને પંતગ જેવો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ 4 પીલરના સપોર્ટ પર છે અને 300 મીટરનો લાંબો છે. સાથે સાથે આ બ્રિજ વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે, જે કાચ પરથી નદીનું પાણી જોઈ શકાશે. આ કાચ એટલા મજબૂત છે કે 1000 કિલો જેટલું વજન પણ ઝેલી શકે છે. 
સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેષ બારેટે જણાવ્યુ હતું કે આ બ્રિજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું અને આ બ્રિજનું નામ પણ અટલજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેરને નવું નજરાણું મળવા જઈ રહ્યું છે અને ભારતનો આ પ્રથમ નદી પરનો ફૂટ વે બ્રિજ હશે.  
આ બ્રિજ બનવાનું સ્વપ્ન વડાપ્રધાનનું હતું તેથી વડાપ્રધાન પાસે લોકાર્પણ માટે સમય માગવામાં આવ્યો છે. જ્યારે સમય તે આપશે ત્યારે તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે આ બ્રિજ પર સમય અને ટિકિટ પણ બોર્ડની બેઠક મળશે ત્યારે નક્કી કરવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer