નવી દિલ્હી, તા. 17 મે
ઉનાળાની કાળઝાળ ગરમી અને વીજળીના અંધારપટનો સામનો કરી રહેલા ભારતના પ્રવાહિત નેચરલ ગૅસ (લિક્વિફાઈડ નેચરલ ગૅસ-એલએમજી)ના આયાતકારો મોંઘા ભાવે વિદેશી ગૅસ આયાત કરવા તૈયાર થઈ ગયા છે.
ટોટન્ટ પાવર અને ગેઈલ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે આ મહિને ડિલિવરીની શરતે એલએનજી આયાત કરવાના કરાર ર્ક્યા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. આ બંને કંપનીઓએ વર્ષના આ સમયે ચાલતા ભાવ કરતા ત્રણગણો હાજર ભાવ ચૂકવ્યો હોવાનું જાણવા મળે છે. આ ગૅસનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે થશે.
ભારતના ભાવ પ્રત્યે સંવેદનશીલ એવા વીજ ઉત્પાદકો માટે આટલા ઊંચા ભાવે ગૅસની ખરીદી અસાધારણ ગણાય. તેના પરથી ખ્યાલ આવે છે કે સ્થાનિક કોલસાની અછતથી ભારતે ગમે તે ભાવે અન્ય બળતણ ખરીદવાની ફરજ પડી છે, જેને લઈને ગૅસની આંતરરાષ્ટ્રીય માગમાં વધુ ઉમેરો થયો છે.
ભારતના કુલ વીજળી ઉત્પાદનમાં નેચરલ ગૅસનો ફાળો બહુ ઓછો છે, પરંતુ કોલસાની અછત અને અત્યંત ગરમ હવામાનને લીધે અનેક સ્થળોએ વીજળીનો અંધારપટ છવાયો છે જેનાથી આર્થિક પ્રવૃત્તિને અસર થવાનો ડર છે. 2020માં ભારતમાં 71 ટકા વીજળી કોલસામાંથી અને ચાર ટકા કોલસામાંથી ઉત્પન્ન કરાઈ હતી.
ગેઈલે મેની આખરમાં ઓછામાં ઓછું એક વધારાનું શિપમેન મેળવવા હરકત આદરી છે અને અન્ય કંપનીઓ પણ દ્વિપક્ષી બજારોમાંથી ગેસ ખરીદવાનું વિચારી રહ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગરમીના મોજાને લીધે પાકિસ્તાનને પણ મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી છે.
વીજસંકટનો સામનો કરવા મોંઘો એલએનજી આયાત કરાશે
