ભારતમાં ઘઉંનો પાક અને નિકાસ ઘટવાનું અનુમાન

ભારતમાં ઘઉંનો પાક અને નિકાસ ઘટવાનું અનુમાન
રશિયા, આર્જેન્ટિના અને ઉઝબેકિસ્તાનની નિકાસ વધશે 
મુંબઈ, તા. 21 જૂન 
ભારત અને યુરોપિયન દેશોમાં ઘઉંનુ ઉત્પાદન ઘટશે, જ્યારે રશિયામાં ઘઉંનું ઉત્પાદન વધવાથી તેની આંશિક ભરપાઇ થઇ શકે છે. ભારતની સપ્લાય ઘટવાથી અંતિમ સ્ટોકમાં ઘટાડો થશે પરંતુ વૈશ્વિક વપરાશમાં પણ ઘટાડો જોવા મળશે. ઘઉંની વધારે આયાત ઇરાન અને પાકિસ્તાનની 
રહેશે જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં તેની આયાત ઘટશે. રશિયા, આર્જેન્ટિના અને ઉઝબેકિસ્તાનની ઘઉંની નિકાસ વધશે, પરંતુ ભારતની નિકાસ ઘટશે. યુએસડીએએ વર્ષ 2022-23 સિઝન માટે ઘઉંના સરેરાશ ભાવને 10.75 ડોલર પ્રતિ બુશલ પર સ્થિર રાખ્યા છે જ્યારે સિઝન 2021-22ની માટે તે 7.70 ડોલર પ્રતિ બુશલ રાખ્યા છે. 
વર્ષ 2022-23માં ઘઉંનુ વૈશ્વિક ઉત્પાદન 77.34 કરોડ ટન જ્યારે, વર્ષ 2021-22માં ઘઉંનો પાક 77.90 કરોડ ટન રહેવાની સંભાવના છે. વર્ષ 2022-23માં ભારતમાં ઘઉંનુ ઉત્પાદન 10.60 કરોડ ટન રહેવાનું અનુમાન છે જ્યારે, આ અનુમાન વર્ષ 2021-22 માટે 10.95 કરોડ ટન હતું. ભારતમાં ઘઉંનુ ઉત્પાદન વર્ષ 2020-21માં 10.78 કરોડ ટન હતુ. ભારતમાંથી વર્ષ 2022-23માં ઘઉંની નિકાસ 60 લાખ ટન રહી શકે છે જે વર્ષ 2021-22માં વધીને 100 લાખ ટન રહી. ભારતની ઘઉંની નિકાસ વર્ષ 2020-21માં 35.97 લાખ ટન હતી. 
રશિયામાં વર્ષ 2022-23માં 8.10 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. કઝાખસ્તાનમાં ઘઉંનુ ઉત્પાદન 1.30 કરોડ ટને પહોંચવાનું અનુમાન છે. અમેરિકામાં 4.72 કરોડ ટન, ચીનમાં 13.50 કરોડ ટન, યુરિપોયન યુનિયનમાં 13.61 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અનુમાન છે. જ્યારે  
વર્ષ 2022-23માં ઘઉંની કુલ વૈશ્વિક વપરાશ 78.59 કરોડ ટન રહેવાની સંભાવના છે જે વર્ષ 2021-22માં 79.12 કરોડ ટન નોંધાયો હતો. વર્ષ 2022-23માં ઘઉંનો વૈશ્વિક અંતિમ સ્ટોક 26.68 કરોડ ટન રહેવાની શક્યતા છે જે વર્ષ 2021-22માં 27.94 કરોડ ટન રહેવાની સંભાવના છે. ભારતમાં ઘઉંનો અંતિમ સ્ટોક વર્ષ 2022-23માં 1.64 કરોડ ટન રહેવાનું અનુમાન છે જે વર્ષ 2021-22માં પણ 2.14 કરોડ ટન હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer