ઓએનજીસીનું હેલિકૉપ્ટર દરિયામાં તૂટી પડતાં ત્રણ કર્મચારી સહિત ચારનાં મોત

પીટીઆઈ                                   
મુંબઈ, તા. 28 જૂન
પવન હંસનું નવું નક્કોર સિકોર્સ્કી ચૉપર આજે અરબી સમુદ્રમાં તૂટી પડતાં ઓએનજીસીના ત્રણ સહિત કુલ ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. હેલિકૉપ્ટરમાં નવ જણ સવાર હતા. ઓએનજીસીની સાગર કિરણ રિગથી માત્ર ચાર-પાંચ મિનિટના અંતરે મધદરિયામાં આ હેલિકૉપ્ટર તૂટી પડયું હતું. ઓએનજીસીએ પવન હંસ પાસેથી આ હેલિકૉપ્ટર ભાડે લીધું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer