મુંબઈ, તા. 28 જૂન
રિલાયન્સ જીઓના બોર્ડે કંપનીના ચૅરમૅન તરીકે આકાશ અંબાણીની નિયુક્તિને મંજૂરી આપી છે. મુકેશ અંબાણીએ 27 જૂનથી અમલી બને તે રીતે જીઓના ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે.
જીઓએ રામિન્દર સિંહ ગુજરાત, કે. વી. ચૌધરીની પાંચ વર્ષની મુદત માટે ડિરેક્ટર પદે નિમણૂક કરી છે. કંપનીના મૅનાજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવારની નિમણૂક કરાઈ છે. તમામ નિયુક્તિ 27 જૂન, 2022થી અમલી બની છે.
આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જીઓના ચૅરમૅન
