ખ્યાતનામ ઉદ્યોગપતિ પાલનજી મિત્રીનું અવસાન

ખ્યાતનામ ઉદ્યોગપતિ પાલનજી મિત્રીનું અવસાન
પીટીઆઈ                                      
મુંબઈ, તા. 28 જૂન
શાપુરજી પાલનજી (એસપી) જૂથના અધ્યક્ષ પાલનજી મિત્રીનું મંગળવારે મોડી રાત્રે 93 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેમના એસપી જૂથ પાસે તાતા જૂથના 18.37 ટકા શૅર છે. અત્યારે તાતા જૂથની કિંમત 100 અબજ ડૉલરથી વધુ છે. 1929માં ભારતમાં જન્મેલા મિત્રીનું મંગળવારે રાત્રે એક વાગ્યે તેઓ નિંદ્રાધીન હતા ત્યારે તેમના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાનમાં અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાલનજી મિત્રીના નિધનથી તેમને ઘણું દુ:ખ થયું છે. તેમણે વ્યાપાર તેમ જ ઉદ્યોગના ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાલનજી મિત્રીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે તેઓ દેશના બાંધકામ ઉદ્યોગ તથા માળખાગત સુવિધાના વરિષ્ઠ અગ્રણી હતા. દેશના વિકાસ તેમજ સંપત્તિ સર્જનના ક્ષેત્રમાં તેમનું યોગદાન કદી ભુલાશે નહીં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer