અદાણી ગ્રુપે આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં ખરીદ્યો મેક્વેરી એશિયાનો ટોલ રોડ પોર્ટફૉલિયો

મુંબઈ, તા. 5 ઓગસ્ટ'
અદાણી એન્ટરપ્રાઈઝની'
ગ્રુપ કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ. મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એમએઆઈએફ) પાસેથી આંધ્ર પ્રદેશ ટોલ રોડ પોર્ટફૉલિયો (એસટીપીએલ)નો 100'ટકા હિસ્સો અને ગુજરાત'ટોલ રોડ પોર્ટફૉલિયો (જીઆરઆઈસીએલ)માં 56.8 ટકા હિસ્સો રૂ. 3110 કરોડમાં હસ્તગત કરશે.'
કંપની પ્રવક્તાએ કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ. (એઆરટીએલ) જે ભારતમાં રોડ અને હાઇવે પ્રોજેક્ટ્સના વિકાસ, બાંધકામ અને સંચાલનમાં રોકાયેલી છે, તેણે ગુજરાત રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ. (જીઆરઆઈસીએલ) જેમાં મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની 56.8 ટકા માલિકી છે અને સ્વર્ણ ટોલવે પ્રા. લિ. (એસટીપીએલ) જેમાં મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની 100 ટકા માલિકી છે, તે હસ્તગત કરવા માટેના કરાર કર્યો છે.'
નિયમનકારી મંજૂરીને આધીન આ સોદો આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂરો થવાની ધારણા છે. આ હસ્તગતનું મૂલ્ય રૂ. 3,110 કરોડનું છે. પોર્ટફૉલિયોમાં આશરે રૂ. 165 કરોડના કુલ દેવા સાથે રૂ. 456 કરોડનો એલટીએમ ઈબીટીડા છે. આ લગભગ 6.8 ગણા' ઈવી/ ઈબીટીડામાં રૂપાંતરિત કરે છે.''
એસટીપીએલ પાસે આંધ્ર પ્રદેશમાં ટોલ રોડના બે વિસ્તારો છે - જેમાં' એનએચ-16 પર ટાડાથી નેલ્લોર સુધીના મહત્વના બંદરો જેમ કે ચેન્નાઈ અને આંધ્ર પ્રદેશમાં કૃષ્ણપટ્ટનમને જોડતા 110 કિમીના વિસ્તાર અને એનએચ-65 પર નંદીગામાથી ઇબ્રાહિમપટ્ટનમથી વિજયવાડા સુધી 48 કિમીમાં પ્રસરેલા વિસ્તાર છે, જે મુખ્ય દક્ષિણી મેટ્રો શહેરોને જોડે છે અને એનએચ16 પર ફીડર ટ્રાફિક પ્રદાન કરે છે. આ બંને વિસ્તારે એકસાથે એસટીપીએલ પોર્ટફૉલિયોમાં મજબૂત ઐતિહાસિક આવક વૃદ્ધિ દર્શાવી છે.'
જીઆરઆઈસીએલ પાસે ગુજરાતમાં ટોલ રોડના બે પટ્ટાઓ છે, જેમાં અમદાવાદથી મહેસાણા એસએચ-41 પર 51.6 કિમીમાં ફેલાયેલા મોટાભાગના પેસેન્જર ટ્રાફિક સાથે મહત્વપૂર્ણ ઉત્તર ગુજરાત કોરિડોર અને એસએચ-87 પર વડોદરાથી હાલોલ સુધી 31.7 કિ.મી.માં ફેલાયેલ છે જે દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પર છે અને તેની નજીક ઘણા ઉદ્યોગો આવેલા છે. આ બંને એ સાથે મળીને જીઆરઆઈસીએલ પોર્ટફૉલિયોમાં મજબૂત ઐતિહાસિક આવક વૃદ્ધિ દર્શાવી છે.''
આ પ્રોજેક્ટમાં મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો 56.8 ટકા, આઈએલએન્ડએફએસનો 26.8 ટકા હિસ્સો છે અને બાકી હિસ્સો ગુજરાત સરકારનો છે.'
જીઆરઆઈસીએલમાં હિસ્સાના સંપાદન પછી અદાણી રોડ ટ્રાન્સપોર્ટ' આઈએલઍન્ડએફએસના હિસ્સાના સંપાદનનું પણ મૂલ્યાંકન કરશે.
અદાણી ગ્રીનની આવક જૂન ત્રિમાસિકમાં 67 ટકા વધી રૂા.1635 કરોડ થઈ અદાણી ગ્રીનનો જૂન ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2.28 ટકા ઘટી રૂા. 214 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીનો નફો રૂા. 219 કરોડ થયો હતો. અદાણી ગ્રીનની કામગીરી દ્વારા થયેલી આવક વાર્ષિક ધોરણે 67 ટકા વધી રૂા. 1635 કરોડ થઈ હતી.
અદાણી ગ્રુપની આ કંપનીએ જણાવ્યું કે તેનો રોકડ નફો 48 ટકા વધી રૂા. 680 કરોડ થયો હતો અને તેની સંચાલન ક્ષમતા વાર્ષિક ધોરણે 65 ટકા વધી 5800 મેગાવૉટ થઈ હતી.
અદાણી પાવરનો ચોખ્ખો નફો 16 ગણો ઊછળી રૂ.4780 કરોડ થયો
અદાણી પાવરનો જૂન ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 16 ગણો ઊછળીને રૂ.4780 કરોડ થયો હતો. ગયા'
વર્ષે કંપનીએ સમાન ગાળામાં રૂ.278 કોડનો ચોખ્ખો નફો કર્યો હતો.'
આ ગાળામાં કંપનીની કુલ એકત્રિત આવક વાર્ષિક ધોરણે 115 ટકા વધીને રૂ.15509 કરોડ થઇ હતી. જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.7213 કરોડ થઈ હતી. વીજ ખરીદી કરાર (પીપીએ) દરોમાં થયેલા વધારા અને વૈકલ્પિક કોલસાના થયેલા વધારે ઉપયોગના પગલે કંપનીની આવકમાં વધારો થયો હતો.'
જૂન ગાળામાં કંપનીની એબિટ્ડા વાર્ષિક ધોરણે 227 ટકા વધીને રૂ.7506 કરોડ થઇ હતી જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં રૂ.2292 કરોડ થઇ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer