વૈશ્વિક બજારમાં સોના-ચાંદી તૂટ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી'
રાજકોટ, તા.5 અૉગસ્ટ
યુ.એસ.ની અર્થવ્યવસ્થાએ જુલાઈમાં 5.28 લાખ નોકરીઓ ઊભી કરી હોવાથી શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓ 2.50 લાખ નોકરીનું અનુમાન કરતા હતા. દરમિયાન બેરોજગારીનો દર પણ અપેક્ષાઓ કરતાં વધી ગયો હતો, જે હવે ઘટીને 3.5% થયો હતો, જે જૂનની સરખામણીએ નીચો હોવાનું વિશ્લેષકોએ કહ્યું હતું.'
ન્યુયોર્કમાં સોનું તૂટીને 1774.70 ડોલરની સપાટીએ હતું. ચાંદી 19.75 ડોલર હતી. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.30 વધીને રૂ.52850 હતું. ચાંદી કિલોએ રૂ.300 ઘટીને રૂ.58150 હતી. મુંબઈમાં સોનું રૂ.10ના ઘટાડે રૂ.52019 હતું. ચાંદી રૂ.695 તૂટીને રૂ.57362 હતી.'

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer