દિલ્હી-મુંબઈ એકસ્પ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી''
સુરત તા. 5 અૉગસ્ટ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસવે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેમ કહ્યું હતું.'
કામગીરીની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી હતી. દેશના સૌથી લાંબા 1350 કિ.મી. અને અંદાજે રૂા.98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી 423 કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થશે. અન્ય રાજયોની સરખામણીએ આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થશે.આ એક્પ્રેસ વે નિર્માણથી મુસાફરીનો સમય 24 કલાકથી થી ઘટીને 13 કલાકનો થશે.'
આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ કેન્દ્ર સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉચાઈ પર લઈ જશે. આ હાઈવેના નિર્માણથી અંદાજિત 320 મિલીયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણ બચત થશે. જેનાથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે.
આ હાઈવે ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાંથી પસાર થશે.' જે હાલના એન-એચ48ની સરખામણીમાં બંને શહેરો વચ્ચેનું મુસાફરી અંતર 132 કિ.મી. ઘટાડશે.'

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer