અમારા પ્રતિનધિ તરફથી''
સુરત તા. 5 અૉગસ્ટ
રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં 12 ઓગષ્ટ સુધી યોજાનારી રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રા'નો સુરત મહાનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે દેશની એકતા, અખંડિતતા અને `એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું.''
મુખ્યમંત્રીએ આઝાદીના 75 વર્ષની રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત `હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે સુરતના પીપલોદ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત `િતરંગા પદયાત્રા'ને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું.' મુખ્યમંત્રી તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રાના રૂટ પર મુખ્યમંત્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ હર્ષનાદ સાથે કર્યું અભિવાદન કર્યું હતું.''
પદયાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, પર્ફોર્મિંગ આર્ટ્સ સંસ્થાઓ, ડાયમંડ અને ટેક્ષટાઈલ એસો., ફોસ્ટા, ક્રેડાઈ, એનસીસી, એનએસએસ, નહેરૂ યુવા કેન્દ્ર, ઓનએનજીસી, ક્રિભકો, અદાણી, રિલાયન્સ, એએમએનએસ જેવા હજીરાના ઔદ્યોગિક સમૂહો, વિવિધ
સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા.
તિરંગાયાત્રામાં નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ-ધારાસભ્યો, સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ, હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.''
રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો સુરતથી પ્રારંભ
