કરન્ટ એકાઉન્ટની ખાધ વિષે ચિંતા બિનજરૂરી : ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા'''
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 અૉગસ્ટ
'વિશ્વભરમાં આર્થિક અસ્થિરતા જોવા મળી રહી છે ત્યારે અનેક આંચકાઓ વચ્ચે પણ માત્ર ભારતમાં આર્થિક અને નાણાકીય સ્થિરતા રહી છે એમ ગવર્નર દાસે શુક્રવારે નાણાનીતિની જાહેરાત પછીની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું.' વિશ્વની મોટી મધ્યસ્થ બૅન્કો તેમના ચાવીરૂપ વ્યાજ દર વધારી રહી છે એ સંદર્ભમાં દાસે કહ્યું હતું કે રેપો રેટમાં અડધા ટકાનો વધારો `ન્યૂ નોર્મલ' છે.''
કરન્ટ એકાઉન્ટની ખાધ વધી રહી છે એ વિષે ડેપ્યુટી ગવર્નર માઈકેલ પાત્રાએ કહ્યું હતું કે ખાધની રકમ મહત્વની નથી. મહત્ત્વનો સવાલ આપણે એ ખાધની પૂર્તિ કરવા સક્ષમ છીએ કે નહિ એ છે. જે વિદેશી રોકાણ આવી રહ્યું છે એ કરન્ટ' એકાઉન્ટની ખાધ કરતા ઘણું વધારે છે એમ પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. જોકે, 2022-23માં આ ખાધ કેટલી રહેશે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ વિષે કઈં' કહેવું મુશ્કેલ છે. વિદેશી વેપારના એક મહિનાના આંકડા પરથી એ વિષે કશું કહી ન શકાય.''
એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટમાં 50 બેઝીઝ પોઈન્ટનો વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો પણ પ્રવાહિતા ઘટાડવા વિષે કમિટીના સભ્ય જયંત વર્માએ વાંધો' અસહમતી વ્યક્ત કરી હતી.''
રેપો રેટમાં થયેલા વધારા બાદ બોન્ડના યિલ્ડમાં વધારો થયો હતો.' બેન્ચમાર્ક 10-વર્ષના બોન્ડનું યીલ્ડ 10 બેઝીઝ પોઇન્ટ વધીને 7.26 ટકા થયું હતું. નીતિની જાહેરાત અગાઉ એવી માન્યતા હતી કે તાજેતરમાં નીચા આવેલા ફુગાવાને લક્ષમાં લઈને રિઝર્વ બૅન્ક રેપો રેટમાં ખાસ વધારો નહિ કરે. ગુરુવારે આ કારણસર બોન્ડના યીલ્ડ ઘટ્યા હતા. નાણાનીતિમાં રેપો રેટ માં 50 બેઝીઝ ટકા વધારો થતા બોન્ડ બજારની અટકળ ખોટી પડી હતી અને બોન્ડના ભાવ ઘટ્યા હતા.'
રેપો રેટમાં અડધા ટકાનો વધારો ન્યૂ નોર્મલ : ગવર્નર દાસ
