2030માં 70% વાહનોનાં સોફ્ટવેર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પર આધારિત હશે : ભરત સુબ્રમણ્યમ

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 20 સપ્ટે. 
આઠ વર્ષ પછી એટલે કે 2030માં વિશ્વનાં 70 ટકા વાહનો સોફ્ટવેર ઇલેક્ટ્રોનિક્સ આધારિત હશે. પાંરપરીક ઓટોમેટીવ ઇન્ડસ્ટ્રીઝમાં બેટરી ઇલેક્ટ્રિકલ વાહનો તેમજ ઇલેક્ટ્રોનિક્સ-ઓટોમેટેડવ્હીકલ ટેકનૉલૉજી ભારે પરિવર્તનો લાવશે, તેમ  જર્મનીની મર્સિડીઝ  કંપનીના પૂર્વ રિસર્ચ હેડ અને અમેરિકાના સેન્ટર ફૉર એડવાન્સ વ્હીકલ ટેકનૉલૉજીસના પ્રોફેસર ભરત સુબ્રમણ્યમે જણાવ્યું હતું. 
ફેડરેશન અૉફ ગુજરાત ઇન્ડસ્ટ્રી ખાતે `એન્ડગેમ સિલિકોન વેલીની વર્સીસ ઓટોમેટિક ઓરીજનલ મેન્યુફેકચરસ' વિશે સ્થાનિક ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં તેમણે એવું પણ જણાવ્યું હતુ કે સીલીકૉન વેલીની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ હાલમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેકનૉલૉજીસમામાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યાં છે. ઈનૉવેટીવ સોફ્ટવેર સોલ્યુશનમાં રોકાણ કરી રહ્યાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને  મેથડૉલૉજીના ઊંડા અભ્યાસથી સ્પર્ધાત્મક લાભ વધવાના છે. 
તેમણે ઉમેર્યું હતું કે, 2030 સુધીમાં 70 ટકા વાહનો  સોફ્ટવેર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ આધારિત હશે અને ઓટો કંપનીનું વેચાણ તેમના વાહનોની સોફટવેર ક્ષમતા મુજબનુ રહેશે. એન્જિન ટ્રાન્સમિશન અને હેન્ડાલિંગનું મહત્વ ઘટશે. ઉદાહરણ તરીકે, તમામ ઇલેકટ્રીક પાવરટેન સરખા હશે. તેના પગલે સૉફટવેરનાં ફિચર્સ અને ઓટોમેટેડ ડ્રાઇવિંગ માટે શું વધુ ઓફર કરે છે તેનો મોટો આધાર રહેશે. આગામી સમયમાં વાહનોમાં સેફ્ટી આધારિત ઇલેક્ટ્રો-મિકેનીકલ સિસ્ટમમાં અદ્યતન આઈટી સોલ્યુશન જરૂરી બનશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer