શૅરબજારોને મોકલેલી નોંધમાં જણાવ્યું હતું.

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 સપ્ટે. 
અંબુજા સિમેન્ટ્સ અને તેની સબસિડિયરી કંપની એસીસીના નવા માલિક અદાણી ગ્રુપ બંને કંપનીઓની સહયોગી ક્ષમતા વર્ષ 2030 સુધીમાં વધારીને વાર્ષિક 14 કરોડ ટનની કરવાનું લક્ષ્ય રાખે છે. વર્તમાન ક્ષમતા સાત કરોડ ટનની છે. અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ કહ્યું કે, સિમેન્ટની માગ સતત વધી રહી છે તેને જોતાં બંને કંપનીઓ દેશની સૌથી વધુ નફાકારક સિમેન્ટ કંપનીઓ બનશે. 
અદાણીએ કહ્યું કે, એસીસી અને અંબુજાની સંયુક્ત મજબૂતીને કારણે જે નેતૃત્વ મળ્યું છે તેને કારણે આ આત્મવિશ્વાસ છે. કંપનીના તમામ પગલાં રાષ્ટ્રની પ્રાથમિકતાઓને સુસંગત હોવા જોઈએ તેવી અમારી માન્યતાના છે. બંને કંપનીઓનું અધિગ્રહણ એ એક ઐતિહાસિક પ્રસંગ છે, કારણ કે એક જ ઝાટકે, અદાણી ગ્રુપ દેશમાં બીજા નંબરનું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બની ગયું છે.  
અલ્ટ્રાટેક સિમેન્ટ અત્યારે વાર્ષિક 12 કરોડ ટનની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. 
અદાણી ગ્રુપ શૅર્સના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા અંબુજા સિમેન્ટ્સમાં રૂા. 20,000 કરોડ ઠાલવશે. આ ભંડોળને કારણે અંબુજાની બેલેન્સશીટ મજબૂત બનશે અને ક્ષમતા વૃદ્ધિ, એક્વિઝિશન્સ અને ટેક્નૉલૉજીમાં રોકાણ માટે ભંડોળની જરૂરિયાતને પૂરી પડાશે. કંપનીમાં મૂડીની ઠાલવણી અને એકેવિઝિશન્સના ઉલ્લેખથી સિમેન્ટ ક્ષેત્રમાં વધુ કોન્સોલિડેશન થવાના સંકેત મળે છે.  
અદાણીએ કહ્યું કે, ગ્રુપ એવા સમયે આ વ્યવસાયમાં પ્રવેશ્યું છે, જ્યારે ભારત આધુનિક વિશ્વમાં જોવા મળતા સૌથી મોટા આર્થિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. 
ઉદ્યોગમાં પ્રવેશવાના તર્ક વિષે જણાવતા અદાણીએ કહ્યું કે, ગ્રુપનું માનવું છે કે વર્ષ 2050 સુધીમાં ભારત 25-30 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનશે. દેશનો માથાદીઠ વપરાશ ચીનના 1,600 કિગ્રાની સરખામણીએ માત્ર 250 કિગ્રા છે. વૃદ્ધિ માટે આ લગભગ સાત ગણો અવકાશ છે. વધુમાં સરકારે માળખાકીય વિકાસને વેગ આપ્યો છે, તેથી સિમેન્ટની માંગમાં લાંબાગાળાની સરેરાશ વૃદ્ધિ જીડીપીના 1.2-1.5 ગણી થવાની ધારણા છે. અમે આ સંખ્યામાં બમણા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. 
તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગમાં ટ્રિલિયન-ડૉલરના રોકાણો સાથે ભારતની વૃદ્ધિ વેગવાન બની છે, સિમેન્ટ તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ માટે આકર્ષક સંલગ્ન સ્થાન છે, કારણ કે ગ્રુપના પોર્ટ અને લોજિસ્ટિક્સ, સ્વચ્છ ઊર્જા બિઝનેસ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ડેવલપ થઈ રહ્યાં  છે. આ સંલગ્નતાઓ ગ્રુપને નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ આપશે. પાછલા વર્ષોમાં કરેલા અનેક એક્વિઝિશનમાંથી અમને લાભ થશે. પરિણામે, નફા ગાળામાં નોંધપાત્ર વિસ્તરણની અપેક્ષા છે અને પરિણામે ગ્રુપ દેશમાં સૌથી વધુ નફાકારક સિમેન્ટ ઉત્પાદક બનશે. 
અદાણી ગ્રુપના ચૅરમૅનને ચાર પાયામાં દેશના વિકાસ માટે વિશ્વાસ છે, જેમાં દેશની વસતિ, સૌથી મોટો મધ્યમ વર્ગ, સ્થાયિત્વ માટે વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન અને ડિજીટાઈઝેશનનો સમાવેશ છે.  
તેમણે કહ્યું કે, દેશના યુવાઓ અને મધ્યમ વર્ગનો વ્યાપ વધી રહ્યો છે તેના સંયોજનથી દેશના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને વેગ મળશે અને તે નવી તકોનું સર્જન કરશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer