સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન ઘટવાની સંભાવના : યુએસડીએ

સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન ઘટવાની સંભાવના : યુએસડીએ
ભારતમાં આ વર્ષે 115 લાખ ટન ઉત્પાદન રહેવાની અપેક્ષા
મુંબઇ, તા. 20 સપ્ટે.
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ)ની સપ્ટેમ્બર મહિનાની રિપોર્ટમાં વૈશ્વિક તેલીબિયાં ઉત્પાદન વર્ષ 2022-23માં ઘટીને 64.50 કરોડ ટન રહેવાનો અનુમાન છે. અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે. અલબત્ત તેની ભરપાઇ યુક્રેન અને કૅનેડામાં સોયાબીન અને અૉસ્ટ્રેલિયામાં રેપસીડ તેમજ યુક્રેનમાં સનફ્લાવરનો પાક વધવાથી થશે. તેલીબિયાંના વૈશ્વિક સ્ટોકમાં લગભગ 20 લાખ ટનનો ઘટાડો થશે. આ ઘટ  અમેરિકા અને ચીનના સ્ટોકમાં થનાર ઘટાડાને આભારી હશે. યુએસડીએ એ સોયાબીનના સરેરાશ ભાવ વર્ષ 2022-23ની માટે 14.35 ડૉલર પ્રતિ બુશલ યથાવત રાખ્યા છે. જ્યારે, યુએસડીએ એ સોયાબીનના સરેરાશ ભાવ વર્ષ 2021-22ની માટે 13.30 ડૉલર પ્રતિ બુશલ યથાવત રાખ્યા છે. 
યુએસડીએ એ વર્ષ 2022-23માં સમગ્ર દુનિયામાં સોયાબીનનું ઉત્પાદન 38.97 કરોડ ટન રહેવાનો અનુમાન છે. આ અનુમાન વિતેલ મહિને 39.27 કરોડ ટન હતું. વર્ષ 2021-22માં 35.32 કરોડ ટન સોયાબીનનું ઉત્પાદન રહેવાનો અનુમાન મૂક્યો છે. જ્યારે વર્ષ 2020-21માં સમગ્ર દુનિયામાં સોયાબીનનો ઉત્પાદન અનુમાન 36.84 કરોડ ટન હતો. 
વર્ષ 2022-23માં અમેરિકામાં સોયાબીનનો ઉત્પાદન અનુમાન 11.91 કરોડ ટન મૂક્યો છે. જો વર્ષ 2021-22માં 12.07 કરોડ ટન હતો. વર્ષ 2020-21માં તે 11.47 કરોડ ટન હતો. બ્રાઝિલમાં વર્ષ 2022-23માં સોયાબીનનું ઉત્પાદન 14.90 કરોડ ટન રહેવાનો અનુમાન છે જે વર્ષ 2021-22માં 12.60 કરોડ ટન હતુ. જ્યારે, વર્ષ 2020-21માં તે 13.95 કરોડ ટન હતું.
આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2022-23માં સોયાબીન ઉત્પાદન 5.10 કરોડ ટન રહેવાનો અનુમાન છે જે વર્ષ 2021-22માં 4.40 કરોડ ટન હતું. જ્યારે, વર્ષ 2020-21માં તે 4.62 કરોડ ટન હતું. ચીનમાં સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2022-23માં 1.84 કરોડ ટન અને વર્ષ 2021-22માં 1.64 કરોડ ટન રહેવાનો અનુમાન છે. ચીનમાં વર્ષ 2020-21માં સોયાબીનનું ઉત્પાદન 1.96 કરોડ ટન રહ્યું. યુએસડીએનું કહેવું છે કે વર્ષ 2022-23માં ચીનની સોયાબીનની આયાત 9.70 કરોડ ટન રહેવાની સંભાવના છે. આ આયાત વર્ષ 2021-22માં 9 કરોડ ટન રહેવાની શક્યતા છે.
યુએસડીએ એ પોતાની રિપોર્ટમાં વર્ષ 2022-23માં બ્રાઝિલની સોયાબીનની નિકાસ વર્ષ 2021-22ની આઠ કરોડ ટનની તુલનામાં 8.90 કરોડ ટન રહેવાનો અનુમાન મૂક્યો છે. અમેરિકાની સોયાબીન નિકાસ અનુમાન વર્ષ 2022-23માં 5.67 કરોડ ટન રહેવાની શક્યતા છે, જ્યારે વર્ષ 2021-22માં તે 5.83 કરોડ ટન રહેવાની સંભાવના છે. આર્જેન્ટિનાની 2022-23 માં સોયાબીન નિકાસ 47 લાખ ટન રહેવાની સંભાવના છે. જે વર્ષ 2021-22માં 22.50 લાખ ટન રહેવાનો અનુમાન છે. પેરુગ્વેમાં 2022-23માં સોયાબીન નિકાસ 65 લાખ ટન રહેવાની સંભાવના છે. જે વર્ષ 2021-22માં 25 લાખ ટન હતી.
અમેરિકન કૃષિ વિભાગના મતે ભારતમાં વર્ષ 2022-23માં સોયાબીનનું ઉત્પાદન 115 લાખ ટન રહેવાનો અનુમાન મૂક્યો છે. આનુ ઉત્પાદન વર્ષ 2021-22માં 119 લાખ ટન અને વર્ષ 2020-21માં પણ 104.50 લાખ ટન હતું. ભારતમાં વર્ષ 2022-23માં 100 લાખ ટન સોયાબીનનું પિલાણ થવાનો અનુમાન છે જે વર્ષ 2021-22માં 95 લાખ ટન રહેવાની શક્યતા છે. જ્યારે વર્ષ 2020-21માં તે 95 લાખ ટન હતું.
સમગ્ર દુનિયામાં વર્ષ 2022-23માં સોયાબીનનો અંતિમ સ્ટોક 9.89 કરોડ ટન રહેવાનો અનુમાન છે. વિતેલ મહિને આ અનુમાન 10.14 કરોડ ટન હતો. સોયાબીનનો અંતિમ સ્ટોક વર્ષ 2021-22માં 8.97 કરોડ ટન રહેવાનો અનુમાન છે. વર્ષ 2020-21માં દુનિયામાં સોયાબીનનો અંતિમ સ્ટોક 10 કરોડ ટન હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer