એડીબીએ ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડીને સાત ટકા ર્ક્યો

નવી દિલ્હી, તા. 23 સપ્ટે.
એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી)એ ભારતના 2022-23ના આર્થિક વિકાસ દરનો અંદાજ અગાઉના 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા ર્ક્યો છે. ધાર્યા કરતાં વધારે ફુગાવો અને કડક નાણાનીતિને કારણે એડીબીએ ભારતનો ચાલુ વર્ષનો આર્થિક વિકાસદર 7 ટકા રહેશે તેવો અંદાજ આપ્યો છે.
સેવાક્ષેત્રના મજબૂત વિકાસને કારણે 2022-23ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર 13.5 ટકાના વાર્ષિક દરે વધ્યું હતું. આમ છતાં ભાવવધારાના કારણે સ્થાનિક વપરાશને વિપરીત અસર, ધીમી વૈશ્વિક માગ અને ક્રૂડતેલના મજબૂત ભાવને કારણે દેશની ચોખ્ખી નિકાસ ઘટશે. તેથી એડીબીના એડીઓ 2022 અહેવાલમાં ભારતની રાષ્ટ્રીય આવક 2022-23માં 7 ટકાના દરે અને 2023-24માં 7.2 ટકાના દરે વધશે તેવો અંદાજ અપાયો છે.
જોકે એડીબીએ 2022ના ચાલુ વર્ષે ચીનના વિકાસદરનો અંદાજ 5 ટકાથી ઘટાડીને 3.3 ટકા ર્ક્યો છે.
ચીનમાં હાલમાં ઝીરો કોવિડ નીતિને કારણે લોકડાઉન પ્રોપર્ટીના ક્ષેત્રની સમસ્યાઓ અને બહારની ઓછી માગને કારણે આર્થિક ગતિવિધિ ધીમી પડી ગઈ હોવાથી એડીબીએ ચીનના વિકાસદરનો અંદાજ ઘટાડયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer