વિદેશી મુદ્રાની અનામતોમાં $ 5.22 અબજનું ગાબડું

એજન્સીસ                    
મુંબઈ, તા. 23 સપ્ટે.
ભારતની વિદેશી મુદ્રાની અનામતો સળંગ સાતમા સપ્તાહમાં ઘટીને બે વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. 16 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રાની અનામતો 5.22 અબજ ડૉલર ઘટીને 545.652 અબજ ડૉલર થઈ હતી.
આ ઘટાડો અમુક અંશે ડૉલર સિવાયનાં ચલણોના મૂલ્યમાં થયેલા ફેરફારને આભારી છે. જોકે એનાલિસ્ટોના મતે રિઝર્વ બૅન્કે રૂપિયાનું વધુ તીવ્ર અવમૂલ્યન અટકાવવા માટે કરેલું ડૉલરનું વેચાણ વિદેશી મુદ્રાની અનામતો ઘટવા માટે મુખ્યત્વે જવાબદાર છે. સમગ્ર સપ્તાહની તોફાની વધઘટ બાદ શુક્રવારે સાંજે રૂપિયો થોડો સ્થિર થયો હતો. આજે સત્ર દરમિયાન તે ડૉલર સામે 81ની સપાટી તોડીને વિક્રમ નીચી સપાટીએ જઈ પહોંચ્યો હતો. તેને પગલે રિઝર્વ બૅન્કે બજારમાં દરમિયાનગીરી કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer