સેબીએ એન્જલ ફંડ્સ પાસેથી રોકાણકારોનાં નામ અને તેમનાં ઠેકાણાં માગ્યાં

મુબંઈ, તા. 22 નવે.  
બજાર નિયામક સિક્યોરિટીસ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)એ કેટલાક એન્જલ ફંડ્સને તેમના રોકાણકારોની ઓળખ અને તેઓ વિદેશમાં વસે છે કે નહીં તેની વિગતો જાહેર કરવા જણાવ્યું છે. ફંડ્સે તેમના રોકાણકારના પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) સહિતની માહિતી સેબીને સોંપવાની છે.  
સેબી આ ડેટાનું શું કરવા માગે છે તે સ્પષ્ટ નથી એમ જણાવતાં ઉદ્યોગના એક જાણકારે કહ્યું કે, એન્જલ ફંડ્સના અન્યની સરખામણીએ સરળ નિયમોનો સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ના નિયમોને ચાતરી જવા અથવા કંપનીમાં આડકતરી રીતે ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે દુરુપયોગ નથી થઈ રહ્યો તે તપાસવું હિતાવહ છે.  
મિટકોન ક્રેડેન્શિયા ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિ.ના ડિરેક્ટર વેંકટેશ પ્રભુએ કહ્યું કે, કયા વિદેશી રોકાણકારો એઆઈએફ (ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ) રૂટનો કયા પ્રકારે ઉપયોગ કરે છે તેની માહિતી કદાચ સેબી મેળવવા માગતું હશે. બિનરહીશ ભારતીય રોકાણકારોને પાન વગર ભારતીય કંપનીમાં સામેલ કરવાના પ્રયાસ થયા છે, જ્યારે પાનની જરૂરિયાત મૂળભૂત છે. મારું માનવું છે કે નિયામકે પહેલી જ વાર ફંડ્સને રોકાણકારનાં નામ અને તે વિદેશી મૂળના છે કે નહીં તેની માહિતી આપવા જણાવ્યું છે.  
અન્ય ફંડ્સ પાસેથી પણ સમાન વિગતો માગવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર એન્જલ ફંડ્સને વિગતો આપવા જણાવાયું છે.  
ખાનગી ઈક્વિટી અને વેન્ચર કૅપિટલ ફંડ્સ જેવા એઆઈએફની અન્ય કેટેગરી કરતાં જુંદું, એન્જલ ફંડ રોકાણકાર તેમને જે કંપનીમાં રોકાણ કરવું હોય તે કંપનીને ચૂંટી અને પસંદ કરી શકે છે. આનું કારણ એ છે કે સેબી એઆઈએફ નિયમો એન્જલ ફંડ્સને `બ્લાઈંડ પાલિંગ'ની જરૂરિયાતમાંથી બાકાત રાખે છે, બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારે પ્રમાણસર સહભાગી થવાની અને ફંડ દ્વારા કરવામાં આવેલા તમામ રોકાણોમાં રોકાણ કરવાનું ફરજિયાત નથી જે એઆઈએફની અન્ય કેટેગરીમાં સામાન્ય જરૂરિયાત છે.  
એઆઈએફમાં રોકાણ કરનારા પાસે પાન અને ભારતમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરેલું હોવું જોઈએ. સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આવક વિતરીત કરતી વખતે ફંડ્સ દ્વારા વેરો વિથહેલ્ડ કરવામાં આવે છે.  
એક એડવાઈઝરે કહ્યું કે, જે સ્થાનિક અથવા બિનરહીશ રોકાણકાર હિસ્સાધારક તરીકે પોતાની ઓળખ જાહેર કરવા માગતા હોય નહીં, તેઓ તેમનું રોકાણ એન્જલ ફંડ દ્વારા પસંદ કરેલી કંપનીમાં કરી શકે છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારો કંપનીમાં સીધી ખરીદી કરવાને બદલે એન્જલ ફંડ દ્વારા શૅર મેળવી શકે છે.  
આ ઉપરાંત, એઆઈએફમાં રોકાણકારોની ચોક્કસ સંખ્યા બિનરહીશ વ્યક્તિઓ અથવા એન્ટિટીની હોય, તો સ્થાનિક કંપનીમાં એઆઈએફ દ્વારા રોકાણ સ્થાનિક રોકાણ ગણાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer