રાજસ્થાનમાં જીરું, મેથીનું વાવેતર ઘટયું, ધાણા, ઈસબગુલનું વધ્યું

જયપુર, તા. 22 નવે. 
રાજસ્થાન કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, 21મી નવેમ્બર, સોમવાર સુધીમાં રાજ્યમાં 71,840 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે. જીરુંનું વાવેતર અજમેર જિલ્લામાં 2390 હેક્ટર, ટોંક જિલ્લામાં 50 હેક્ટર, નાગૌર જિલ્લામાં 44,440 હેક્ટર, બિકાનેરમાં 16,000 હેક્ટર, જેસલમેરમાં 68,500 હેક્ટર, બાડમેર જિલ્લામાં 62,000 હેક્ટર, જોધપુર જિલ્લામાં 45,000 હેક્ટર, જાલોર જિલ્લામાં 32,000, પાલી જિલ્લામાં 1680 હેક્ટરમાં, પ્રતાપગઢ જિલ્લામાં 40 હેક્ટર, ભીલવાડા જિલ્લામાં 120 હેક્ટર અને ચિત્તોડગઢમાં 30 હેક્ટરમાં વાવેતર થયું છે. પાછલી રવી પાક સિઝનમાં સમાન ગાળા સુધીમાં રાજ્યમાં 1,79,680 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું. 
રાજસ્થાનમાં ધાણાનું વાવેતર 21મી નવેમ્બર 2022 સુધીમાં 40,470 હેક્ટરમાં થયું છે. અજમેરમાં 140 હેક્ટર, દૌસામાં 310 હેક્ટર, ટોંકમાં 70 હેક્ટર, પાલીમાં 50 હેક્ટર અને કોટામાં 7000 હેક્ટરમાં વાવેતર થયું છે. તો બારાંમાં 7000 હેક્ટર, ઝાલાવાડમાં 22240 હેક્ટર, પ્રતાપગઢમાં 1120 હેક્ટર, ચિત્તોડગઢમાં 2330 હેક્ટર અને રાજસમંદમાં 60 હેક્ટરમાં ધાણાનું વાવેતર થયું છે. વિતેલ રવી પાક સિઝનમાં 22 નવેમ્બર 2021 સુધી 18,660 હેક્ટરમાં વાવેતર થયું હતું. 
રાજ્યમાં ઇસબગુલનું વાવેતર 1,65,130 હેક્ટરમાં થયું છે. રાજસ્થાનમાં સીકર 410 હેક્ટર, નાગૌરમાં 47300 હેક્ટર, બિકાનેરમાં 18000 હેક્ટર, જેસલમેરમાં 33500 હેક્ટર, બાડમેરમાં 38,000 હેક્ટર, જોધપુર 3000 હેક્ટરમાં થયુ છે. ઇસબગુલનું વાવેતર જાલોરમાં 21,000 હેક્ટર, પાલીમાં 1100 હેક્ટર, પ્રતાપગઢમાં 100 હેક્ટર, ચિત્તોડગઢમાં 2720 હેક્ટરમાં વાવેતર થયું છે. પાછલી રવી પાક સિઝનમાં 22 નવેમ્બર 2021 સુધી રાજ્યમાં 1,25,270 હેક્ટરમાં ઇસબગુલનું વાવેતર થયું હતું. મેથીનું વાવેતર 21મી નવેમ્બર 2022 સુધીમાં 29,580 હેક્ટરમાં થયું છે. આ વર્ષે અજમેરમાં 680 હેક્ટર, જયપુરમાં 850 હેક્ટર, ટોંકમાં દસ હેક્ટર, સીકરમાં 3760 હેક્ટર, ઝુનઝુનુમાં 320 હેક્ટર, નાગૌરમાં 6410 હેક્ટરમાં થયું છે. પાછલી રવી પાક સીઝનમાં 22 નવેમ્બર 2021 સુધી મેથીનું વાવેતર 27,760 હેક્ટરમાં થયું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer