દુનિયાભરમાં ડીઝલની તીવ્ર અછત સર્જાવાનું જોખમ

એજન્સીસ 
મુંબઈ, તા. 22 નવે. 
આગામી કેટલાક મહિનાઓમાં દુનિયાભરમાં ડીઝલની ભારે અછત સર્જાવાની શક્યતા છે. તે વખતે વિશ્વનાં તમામ ઊર્જા બજારોમાં પુરવઠો તળિયાઝાટક હોવાથી ફુગાવો વધુ વકર્યો હશે અને વિકાસ અવરોધાયો હશે. યુરોપિયન યુનિયનના દેશો રશિયાનાં ઇંધણોથી અળગાં રહેશે તો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ વધુ નાટકીય બની શકે છે. 
અમેરિકામાં ડીઝલ અને બળતણના તેલનો પુરવઠો ચાર દાયકાના સૌથી નીચા સ્તરે છે. ઉત્તર-પશ્ચિમ યુરોપ પણ નીચા બફરનો સામનો કરી રહ્યું છે - ઇન્વેન્ટરીઝ આ મહિને સૌથી નીચા સ્તરે નોંધાશે તેવું અનુમાન છે અને પછી માર્ચ સુધીમાં વધુ ઘટશે. પ્રતિબંધો અમલમાં આવ્યા પછી ટૂંક સમયમાં જ આ પ્રદેશને રશિયન દરિયાઈ પુરવઠો મળતો સદંતર બંધ થઈ જશે. વૈશ્વિક નિકાસ બજારોની સ્થિતિ એટલી બધી તંગ છે કે દેશની સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળાય એટલી આયાત કરવા અક્ષમ એવા પાકિસ્તાન જેવા ગરીબ દેશોનાં અર્થતંત્ર ભાંગી પડવા લાગ્યાં છે. 
મહત્ત્વના બેન્ચમાર્ક એવા ન્યૂ યૉર્ક હાર્બરના હાજર બજારમાં આ વર્ષે ડીઝલના ભાવ આશરે 50 ટકા વધ્યા છે. નવેમ્બરના આરંભે ભાવ પ્રતિ ગેલન 4.90 ડૉલર નોંધાયો હતો, જે પાછલા વર્ષ કરતાં લગભગ બમણો હતો. 
વધુ મહત્ત્વની વાત એ છે કે ડીઝલ હુકમના એક્કા સમાન છે. ક્રૂડતેલની સામે ડીઝલનો ફેલાવો વધી રહ્યો છે, જે તેની રિફાઇનિંગ ક્ષમતા અને ડિલિવરી માટે હોય તેવા પુરવઠાના સંદર્ભે તેની સ્થિતિ કેટલી ચુસ્ત છે, તેની નિશાની છે, જે દર્શાવે છે કે ટ્રેડરો હવે માલની ડિલિવરી માટે ઉતાવળા થયા છે. ઉત્તર-પશ્ચિમ યુરોપમાં ડીઝલના વાયદા લગભગ 40 ડૉલર પ્રતિ બેરલ, એટલે કે બ્રેન્ટ કરતાં પણ ઊંચા બોલાઇ રહ્યા છે, જેની સામે પાંચ વર્ષના સિઝનલ નોર્મ માત્ર 12 ડૉલર છે. રિફાઇનિંગની ક્ષમતા આડે વૈશ્વિક સ્તરે મોટા અવરોધો છે. ક્રૂડતેલના પુરવઠાની સ્થિતિ અગાઉથી જ તંગ છે, પરંતુ જ્યારે કાચી કૉમોડિટીને જ્યારે ડીઝલ અને ગેસોલીન જેવાં ઇંધણમાં તબદિલ કરવાની વાત આવે છે, ત્યારે આ અવરોધો વધુ તીવ્ર બને છે. કેટલેક અંશે તે મહામારીને કારણે પણ છે, લૉકડાઉનને પગલે માગ ન હોવાથી રિફાઈનર્સે પોતાના કેટલાક ઓછા નફાકારક પ્લાન્ટ્સ બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ અશ્મિભૂત ઇંધણ ક્ષેત્રે પરિવર્તનના અભાવે પણ આ ક્ષેત્રમાં રોકાણમાં ઘટાડો થયો છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં અમેરિકાની રિફાઇનિંગ ક્ષમતા દૈનિક 10 લાખ બેરલથી વધુ ઘટી છે. દરમિયાન યુરોપમાં નિકાસ ભંગાણ અને કામદારોની હડતાળને કારણે પણ રિફાઇનરીઓનાં ઉત્પાદનને અસર થઈ છે. 
હવે યુરોપિયન યુનિયન રશિયાના પુરવઠા ઉપર પ્રતિબંધ લાદવા જઈ રહ્યું છે, ત્યારે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ વધુ નાટ્યાત્મક બનશે. વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતાં યુરોપ ડીઝલ બાબતે આયાતો ઉપર વધુ નિર્ભર છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer