વડા પ્રધાને 71,000 યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ ર્ક્યું

નવી દિલ્હી, તા. 22 નવે.
રોજગાર મેળા હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લગભગ એકોતેર હજાર જેટલા નિમણૂક પત્રોનું વિતરણ ર્ક્યું હતું. 
નવનિયુક્તોને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે દેશનાં 45 જેટલાં શહેરોમાં 71,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો અપાઈ રહ્યા છે જે તેમના પરિવારોમાં ખુશીનો માહોલ લાવશે. તેમણે યાદ કરાવ્યું કે અગાઉ ધનતેરસના દિવસે 75,000 યુવાનોને નિમણૂક પત્રો અપાયા હતા. આજનો રોજગાર મેળો પુરવાર કરે છે કે કેન્દ્ર સરકાર યુવાનોને રોજગારી આપવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે, એમ મોદીએ જણાવ્યું હતું. રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ નોકરીઓના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરવાની સાથે યુવાનોને તેમના સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે એવી અપેક્ષા છે. આ અગાઉ અૉક્ટોબરમાં યોજાયેલા રોજગાર મેળામાં નવનિયુક્ત પંચોતેર હજારને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
નવા નિમણૂક પામેલાઓને તેમના એપોઇન્મેન્ટ લેટર દેશમાં 45 સ્થળે (ગુજરાત અને હિમાચલ પ્રદેશ સિવાય) આપવામાં આવશે. અગાઉની નિયુક્તિઓ ઉપરાંત શિક્ષકો, લેક્ચરર, નર્સ, નર્સિંગ અૉફિસર, ડૉક્ટર, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર્સ અને અન્ય ટેક્નિકલ તથા પેરામેડિકલની જગ્યાઓ પણ ભરવામાં આવી રહી છે. વિવિધ કેન્દ્રીય સશત્ર પોલીસ દળ (સીએપીએફ)માં ગૃહ મંત્રાલય દ્વારા મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે.
વડા પ્રધાન કર્મયોગી પ્રારંભ મૉડયુલ પણ લૉન્ચ કરશે. મૉડયુલ એ વિવિધ સરકારી  વિભાગોમાં તમામ નવી નિમણૂકો માટે અૉનલાઇન ઓરિયેન્ટેશન કોર્સ છે. તેમાં સરકારી નોકરી માટે આચારસંહિતા, કાર્યસ્થળની નૈતિકતા અને અખંડિતતા, માનવ સંશાધન નીતિઓ અને અન્ય લાભો અને ભથ્થાઓનો સમાવેશ કરાશે. જે તેમને સહજતાથી નવી ભૂમિકામાં સમરસ થવામાં સહાયરૂપ બનશે. તેમને જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા વધારવા માટે શલજ્ઞાસિંફળિફુજ્ઞલશ.લજ્ઞદ.શક્ષ પ્લૅટફૉર્મ પર અન્ય અભ્યાસક્રમો શોધવાની પણ તક આપશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer