દેશના ટોચના 100 ધારાશાત્રીઓમાં પ્રીતિ મહેતાનો ફરી સમાવેશ

દેશના ટોચના 100 ધારાશાત્રીઓમાં પ્રીતિ મહેતાનો ફરી સમાવેશ
મુંબઈ, તા. 22 નવે.
દેશના ટોચના 100 ધારાશાત્રીઓની યાદીમાં મે. કાંગા ઍન્ડ કું.ના સિનિયર સોલિસિટર અને સિનિયર પાર્ટનર પ્રીતિબહેન મહેતાએ ફરી એકવાર સ્થાન મેળવ્યું છે.આ યાદી ઇન્ડિયા બિઝનેસ જર્નલ દ્વારા દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. કાયદાના વ્યવસાયના આ પ્રતિષ્ઠિત જૂથમાં વર્ષોવર્ષ સ્થાન જાળવી રાખવાનું કામ જેટલું કપરું છે એટલું જ સંતોષપ્રદ છે, એમ પ્રીતિબહેન મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે પોતાના સાથીઓનો આભાર માન્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer