21 લાખથી વધુ ખેડૂતોને રૂ. 47,000 કરોડનો ફાયદો થયો છે
ચાલુ રવી માર્કાટિંગ સિઝન 2023-24 દરમિયાન ઘઉંની ખરીદી સરળતાથી આગળ વધી રહી છે. ચાલુ સિઝનમાં 30.05.2023 સુધી ઘઉંની ખરીદી 262 લાખ ટન છે જે ગયા વર્ષની 188 લાખ ટનની કુલ ખરીદીથી 74 લાખ ટન વધુ છે. આશરે રૂ. 47,000 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આઉટફ્લો સાથે સરકાર દ્વારા ચાલી રહેલી ઘઉંની ખરીદીથી આશરે 21.27 લાખ ખેડૂતોને પહેલેથી જ લાભ મળ્યો છે. પ્રાપ્તિમાં મુખ્ય યોગદાન પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણામાંથી અનુક્રમે 121.27 લાખ ટન, 70.98 લાખ ટન અને 63.17 લાખ ટનનું છે.
આ વર્ષે નોંધપાત્ર ખરીદીમાં મુખ્ય ફાળો આપતાં પરિબળોમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ઘઉંની ગુણવત્તાના સ્પષ્ટીકરણોમાં ભારત સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, ગ્રામ/ પંચાયત સ્તરે પ્રાપ્તિ કેન્દ્રો ખોલવા; સહકારી મંડળીઓ /ગ્રામ પંચાયતો/ આડતિયા વગેરે દ્વારા પ્રાપ્તિ હાથ ધરવા ઉપરાંત વધુ સારી પહોંચ માટે નિયુક્ત પ્રાપ્તિ કેન્દ્રો અને પ્રાપ્તિ કામગીરી માટે એફપીઓને જોડવાની પરવાનગી આપવાનું સામેલ છે.
ચોખાની ખરીદી પણ સરળતાથી ચાલી રહી છે. ખરીફ માર્કાટિંગ સિઝન 2022-23ના ખરીફ પાક દરમિયાન 30.05.2023 સુધી 385 લાખ ટન ચોખાની ખરીદી કરવામાં આવી છે અને હજુ 110 લાખ ટન ચોખાની પ્રાપ્તિ બાકી છે. વધુમાં, ખરીફ માર્કાટિંગ સિઝન 2022-23ના રવિ પાક દરમિયાન 106 લાખ ટન ચોખાની ખરીદી થવાનો અંદાજ છે. સેન્ટ્રલ પૂલમાં ઘઉં અને ચોખાની સંયુક્ત સ્ટોક પોઝિશન 579 લાખ ટન (ઘઉં 312 લાખ ટન અને ચોખા 267 લાખ ટન)થી વધુ છે જેણે દેશને તેની ખાદ્યાન્નની જરૂરિયાતો પૂરી કરવા માટે આરામદાયક સ્થિતિમાં મૂક્યો છે.