• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ટીડીએસ અને ટીસીએસ વિશે આઈએમસીએ યોજ્યો પરિસંવાદ  

મુંબઈ, તા. 6 જૂન 

આવકવેરાની કલમ 115 એ-એફએ 2023માં થયેલા સુધારા બાદ પણ ડીટીએએ (ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ) મુજબ કરદાતાને નીચા કરવેરાના દરનો લાભ મળી શકશે અને તે 20 ટકા (એસસી+ઇસી)ને બદલે મળશે. ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, બૉમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટી અને ચેમ્બર અૉફ કન્સલ્ટન્ટ્સ દ્વારા સંયુક્તપણે યોજાયેલા `ટીડીએસ અને ટીસીએસ પ્રોવિઝન્સ- 360 ડિગ્રી પરસ્પેકટિવ' નામના એક સેમિનારમાં સંગમ/શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કરદાતા અને આવકવેરા વિભાગ વચ્ચેની ગેરસમજણો અને મતભેદો દૂર કરવા માટે બંને વચ્ચે વધુ સંવાદ થાય તે જરૂરી છે.

બ્રજેશકુમાર સિંઘે વ્યવસાયિકોને અનુરોધ કર્યો હતો કે તેઓ કરદાતાઓને ટીડીએસ બાબત યોગ્ય માર્ગદર્શન આપે. કલમ 195 હેઠળ બિનરહિશને પેમેન્ટ આપવા સંબંધિત ટીડીએસની જોગવાઈઓ સરળતાથી તેમણે કહ્યું હતું કે વ્યવસાયિકોને તેમના કરદાતા અસીલોને ટીડીએસ સમયસર ભરી દેવા સમજાવવાની સલાહ આપી હતી. ટીડીએસના પેમેન્ટમાં કોઈ વિલંબ થાય તો તેની માહિતી કૉમ્પ્યુટર સિસ્ટમ દ્વારા સીધી સરકાર પાસે જાય છે અને ગમે તેવા નાના કેસમાં પણ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરવી જ પડે છે.

પરિસંવાદમાં સ્થાનિક ટીડીએસ અને ટીસીએસની જોગવાઈઓ, દંડ, કાનૂની કાર્યવાહી ટીડીએસ-ટીસીએસ અંતર્ગત કંપાઉન્ડિંગની પ્રોસિજર બિનરહિશને અપાતા પેમેન્ટ પર ટીડીએસ વગેરે ચાવીરૂપ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી. વિવિધ ક્ષેત્રના કરવેરા નિષ્ણાતો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીઓએ આ પરિસંવાદમાં ટીડીએસ અને ટીસીએસના વિવિધ પ્રશ્નોના સૈદ્ધાંતિક અને વ્યવહારિક ઉકેલ સૂચવ્યા હતા.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.